રાશિફળ

જાણો શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે, આ રાશિના લોકો એ રહેવું પડશે સાવધાન..

મેષ રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ સારો રહેશે. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં રસ વધશે. સમાનમાં માન-સન્માન મળશે. કારોબારમાં આર્થિક લાભના યોગ છે. સામાજિક કાર્યોમાં યશ મળશે અને સમાજમાં પ્રતિષ્ઠા અને પ્રભાવ વધશે.
નેગેટિવ – સ્વભાવમાં કઠોરતા રાખશો તો આખો દિવસ ખરાબ જશે. લોકો સાથે વિના કારણે વિવાદ થવાની સંભાવના છે. ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે. બિનજરૂરી ખર્ચ વધવાથી ચિંતા પણ રહેશે.

Loading...

વૃષભ રાશિ:-
પોઝિટિવ – પરિવાર સાથે સમય સારો વિતશે. પારિવારિક સુખ અને ધનમં વધારો થશે. સમાજના કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા મળશે. શરીરમાં ઊર્જા રહેવાના કારણે તમે તમારા બધા જ અટકાયેલાં કાર્યો પૂર્ણ કરી શકશો.
નેગેટિવ – આખો દિવસ ભાગદોડ રહેશે. વાદ-વિવાદ અને ઝગડાના કારણે માનસિક કષ્ટ વધશે. કારોબારમાં નાની-નાની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કોઇ વાતને લઇને વિવાદ થવાના અણસાર છે.

મિથુન રાશિ:-
પોઝિટિવ – સમાજના કાર્યોમાં આજે તમે ઉત્સાહ સાથે ભાગ લેશો. ધન સંબંધિત કાર્યો પૂર્ણ થશે. માનસિક શાંતિની શોધમાં આધ્યાત્મ સાથે જોડાવાનો અવસર મળશે. પરિવારમાં માંગલિક કાર્ય થઇ શકે છે.
નેગેટિવ – આકસ્મિક ધનલાભના યોગ પણ બની રહ્યા છે. સાથે જ, બિનજરૂરી અને ખોટાં ખર્ચ પણ વધારે રહેશે. આ ખર્ચાના કારણે પરિવારમાં ક્લેશ ઉત્પન્ન થઇ શકે છે. વાણી ઉપર નિયંત્રણ રાખવું પડશે.

કર્ક રાશિ:-
પોઝિટિવ – વિદ્યાર્થીઓને પ્રતિયોગિતાઓમાં સફળતા પ્રાપ્ત થશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. નવા કાર્યોની શરૂઆત કરી શકો છો. નવા લોકો સાથે સંપર્ક વધશે. જમીન-સંપત્તિ સંબંધી મામલાઓ પૂર્ણ થશે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે.
નેગેટિવ – મિત્રો સાથે મનમુટાવ થઇ શકે છે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાથી ખોટા વિવાદોથી બચી શકો છો. ઉતાવળમાં નિર્ણય લેવાથી બચવું. કાર્યક્ષેત્રમાં થોડું પરેશાન થવું પડી શકે છે.

સિંહ રાશિ:-
પોઝિટિવ – જેવું કર્મ કરશો, તેવું જ ફળ પ્રાપ્ત થશે. કઠોર મહેનતથી બધા જ કાર્યોમાં સફળતા મળશે. આકસ્મિક ધનલાભના યોગ રહેશે. સમજી-વિચારીને લીધેલાં નિર્ણય લાભદાયક રહેશે અને યોજનાઓ સફળ થશે.
નેગેટિવ – મિત્રોની અદેખાઇ કરવી નહીં. સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ધન અને પ્રતિષ્ઠામાં હાનિ થઇ શકે છે. પરિવારના લોકો સાથે કોઇ વાતને લઇને મનમુટાવ થઇ શકે છે.

કન્યા રાશિ:-
પોઝિટિવ – ભવિષ્ય માટે યોજનાઓ બનાવી શકો છો, જે આગળ શુભ ફળદાયક રહેશે. કાર્યક્ષેત્રમાં કઠોર પરિશ્રમ સાથે કાર્યોમાં સફળતા મળશે. કાર્યમાં સફળતા મળવાથી મન ઉત્સાહિત રહેશે. પારિવારિક સમસ્યાઓનું નિવારણ થશે અને દાંપત્ય જીવન ખુશહાલ રહેશે.
નેગેટિવ – તમારો દ્રષ્ટિકોણ મિત્રો અને સંબંધીઓ ઉપર થોપવાની કોશિશ કરવી નહીં. થોડાં લોકો માટે આકસ્મિક યાત્રા દોડભાગ અને તણાવપૂર્ણ રહેશે. સાંભળેલી વાતો ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નહીં.

તુલા રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ શુભ રહેશે. નવા કામની શરૂઆત કરી શકો છો. ધાર્મિક કાર્ય તથા પ્રવાસ થઇ શકે છે. રચનાત્મક કાર્ય પ્રત્યે રસ વધશે. આ અવસરનો લાભ ઉઠાવો. વડીલો પાસેથી સલાહ લેવી તમારી માટે લાભદાયક રહેશે.
નેગેટિવ – ઘરમાં પરેશાનીઓ આવી શકે છે, પરંતુ નાની-નાની વાતોમાં ટોણા મારતાં પહેલાં વિચારવું. તમે તમારા પરિજનો ઉપર નિર્ણયો થોપવાની કોશિશ કરશો નહીં.

વૃશ્ચિક રાશિ:-
પોઝિટિવ – કોઇ સારા સમાચાર મળી શકે છે. તમારે આરામ કરવાની અને નજીકના મિત્રો તથા પરિવાર સાથે થોડી ક્ષણો વિતાવવાની જરૂર છે. દિવસ રોમાંચક બનાવવા માટે નજીકના મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો.
નેગેટિવ – પરિવારના સભ્યો અનેક વસ્તુઓની માંગ કરી શકે છે. તમે જેના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરો છો, તે તમારો વિશ્વાસ તોડી શકે છે.

ધન રાશિ:-
પોઝિટિવ – આજે તમે જે નવી જાણકારી હાંસલ કરી છે, તે તમને તમારા પ્રતિસ્પર્ધિઓ સામે ઉન્નતિ અપાવશે. સેમિનાર દ્વારા તમે નવી જાણકારીઓ એકઠી કરી શકશો. આજના દિવસે શરૂ કરેલું નિર્માણનું કાર્ય સંતોષજનક રૂપથી પૂર્ણ થશે.
નેગેટિવ – બિનજરૂરી વસ્તુઓ ઉપર રૂપિયા ખર્ચ કરીને તમે તમારા જીવનસાથીને નિરાશ કરી શકો છો. આજે એવી અનેક વસ્તુઓ થશે, જેની તરફ વધારે ધ્યાન આપવાની જરૂર છે.

મકર રાશિ:-
પોઝિટિવ – ગૃહ પ્રવેશ માટે દિવસ શુભ છે. તમારો કિંમતી સમય બાળકો સાથે પસાર કરો. તેઓ આધ્યાત્મિક રીતે ધરતી ઉપર સૌથી વધારે તાકાતવર અને ભાવનાત્મક લોકો છે. તેમની સાથે તમે પોતાને ઊર્જાવાન અનુભવશો.
નેગેટિવ – ગાડી ચલાવતી સમયે સાવધાન રહેવું. શિક્ષા પ્રતિયોગિતામાં ભાગ લેતા લોકોએ વધારે મહેનત કરવી પડી શકે છે. મકાન-ભૂમિ સંબંધી કાર્યોમાં સાવધાની રાખવી.

કુંભ રાશિ:-
પોઝિટિવ – પરિવારનું વાતાવરણ સારું રહેશે. પરિજનોનો ભરપૂર સહયોગ મળશે. સરકારી કામ સરળતાથી પૂર્ણ થશે. આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે.
નેગેટિવ – કાર્યક્ષેત્રમાં કામ વધારે હોવાથી માનસિક અસ્વસ્થતા ઊભી થઇ શકે છે. સંતાનોની ચિંતા થશે. સંપત્તિ સંબંધી મામલાઓને લઇને સાવધાન રહેવું. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું.

મીન રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. વેપારમાં વિકાસ થવાથી મનમાં આનંદ રહેશે. કપડાં અને ઘરેણાંની ખરીદી તમારી માટે રોમાંચક અને આનંદદાયી રહેશે. કળા પ્રત્યે તમારો રસ વધારે રહેશે.
નેગેટિવ – વાહન ચલાવતી સમયે સાવધાની રાખવી. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય સારો નથી. નકારાત્મક વિચારો મનમાંથી દૂર કરવાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *