રાશિફળ

જાણો આજ નો પ્રથમ નોરતા નો દિવસ તમારા માટે કેવો રહેશે, જાણો તમારી રાશિ પ્રમાણે…

મેષ રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ શુભ રહેશે. શિક્ષા અને રોજગારના ક્ષેત્રમાં કોઇ સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે અને પરિશ્રમના હકારાત્મક પરિણામ મળશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લઇ શકો છો. કોર્ટમાં કોઇ જૂના મામલાનો આજે ઉકેલ આવી શકે છે.
નેગેટિવ – બિનજરૂરી ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું. જૂની વાતો ભૂલીને વર્તમાન સાથે સમજોતો કરવો. નાની-નાની વાતોને લઇને પરિવારમાં તણાવની સ્થિતિ પેદા થવા દેવી નહીં. મનમાં કોઇ પ્રકારની શંકા આવવા દેવી નહીં.

Loading...

વૃષભ રાશિ:-
પોઝિટિવ – પરિવાર સાથે સમય વિતાવશો તો સંબંધ મધુર રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં કઠોર પરિશ્રમથી તમે આગળ વધશો. નજીકના સંબંધીઓ સાથે જૂના વિવાદો ઉકેલાઇ જશે. પરિશ્રમથી દરેક કાર્યોમાં સફળતા મળશે અને રચનાત્મક વિચારોનો લાભ ઉઠાવવો.
નેગેટિવ – નજીકના લોકો પાસેથી દગો મળી શકે છે. રૂપિયા સાથે જોડાયેલો કોઇ મામલો પરેશાની ઊભી કરી શકે છે. નવી યોજનાઓ બનાવશો. બેદરકારીથી બચવું. મન પ્રમાણે સફળતા મળશે નહીં.

મિથુન રાશિ:-
પોઝિટિવ – કોઇ જૂના મિત્ર કે સંબંધીઓ સાથે મુલાકાત થવાથી આનંદ મળશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. મહેનતનું સારું પરિણામ મળી શકે છે. વિચારેલાં કાર્યો સરળતાથી પૂર્ણ થઇ શકે છે. મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે.
નેગેટિવ – ઓફિસ કે ફિલ્ડમાં કોઇપણ પ્રકારનો રિસ્ક લેવો નહીં. થોડો માનસિક તણાવ રહેશે અને થાક પણ લાગશે. સાવધાન રહેવું. આજે તમારે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું જોઇએ.

કર્ક રાશિ:-
પોઝિટિવ – બૌદ્ધિક કાર્ય અને વ્યવસાયિક ક્ષેત્રોમાં તમે નવા વિચારોથી પ્રભાવિત થશો. સર્જનાત્મક ક્ષેત્રમાં સર્જનશક્તિનો પરિચય આપશો. પરિવારમાં માંગલિક આયોજન થઇ શકે છે. વડીલો તરફથી લાભ થવાની સંભાવના છે.
નેગેટિવ – ખર્ચ વધારે થવાથી આર્થિક સ્થિતિ નબળી રહેશે. આજે તમારું મન વ્યાકુળ રહેવાની સંભાવના છે. અનૈતિક કાર્યોથી દૂર રહેવું અને વાણી ઉપર સંયમ રાખવો.

સિંહ રાશિ:-
પોઝિટિવ – નવા લોકો સાથે મુલાકાત થશે અને તેમની સાથે વ્યાવસાયિક અને સામાજિક સંબંધ બની શકે છે. જૂના મિત્રોની સાથે મુલાકાત, પ્રવાસનું આયોજન કરશો. સ્નેહીજનો તથા મિત્રો તરફથી ભેટ મળશે.
નેગેટિવ – કારોબારમાં સારો નફો થશે, પરંતુ બિનજરૂરી ખર્ચ વધવાથી તણાવમાં રહેશો. ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદ થવાની સંભાવના છે. દુવિધામાં ગુંચવાતા રહેશો, જેના કારણે મહત્વપૂર્ણ નિર્ણય લઇ શકશો નહીં.

કન્યા રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ સારો રહેશે. બૌદ્ધિક પ્રવૃતિઓ તથા ચર્ચાઓમાં દિવસ વિતશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે. સ્ત્રી મિત્રો પાસેથી સહયોગ મળશે. ધનલાભના યોગ બની રહ્યા છે. પરિવારમાં માંગલિક આયોજન થઇ શકે છે.
નેગેટિવ – માનસિક અને શારીરિક રૂપથી થાકનો અનુભવ થશે. બિનજરૂરી વસ્તુ ખરીદવાથી બચવું. ખોટા રૂપિયા ખર્ચ થશે. કોર્ટ-કચેરીના મામલે સાવધાન રહેવું. વાણી ઉપર સંયમ અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું.

તુલા રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ આર્થિક યોજનાને લાગૂ કરવા માટે સારો છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ આજે દૂર થશે અને જીવન યોગ્ય દિશા તરફ આગળ વધશે. ધાર્મિક આયોજનોમાં સામેલ થઇ શકો છો. તમારો રસ ધાર્મિક કાર્યો તરફ વધારે રહેશે.
નેગેટિવ – દાંપત્ય જીવનમાં તણાવની સ્થિતિ રહેશે. બિનજરૂરી ખર્ચ વધવાથી તણાવ વધી શકે છે. કાર્યભાર વધારે હોવાથી શારીરિક સ્ફૂર્તિ તથા માનસિક ઉલ્લાસમાં ઉણપ આવી શકે છે.

વૃશ્ચિક રાશિ:-
પોઝિટિવ – શારીરિક અને માનસિક રૂપથી તમે ઉત્સાહી તથા પ્રફુલ્લિત રહેશો. દરેક કાર્ય કરવામાં તમને ઉત્સાહ રહેશે. નવા લોકો સાથે મુલાકાત ફાયદાકારક રહેશે. કાર્યક્ષેત્રમાં સન્માન વધશે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઇ શકો છો.
નેગેટિવ – વધારે પરિશ્રમથી શારીરિક અને માનસિક રૂપથી થાકનો અનુભવ કરશો. તેની અસર સંબંધો પર પડી શકે છે. મિત્રોની અદેખાઇ કરવી નહીં. વેપાર ક્ષેત્રમાં વિઘ્ન આવી શકે છે.

ધન રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ તમારી માટે અનુકૂળ રહેશે. અભ્યાસના ક્ષેત્રમાં ઉન્નતિ થશે. પરિશ્રમથી કરેલાં કાર્યોમાં સફળતા મળશે. પરિવારમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ રહેશે. માનસિક રૂપથી પ્રસન્ન અને સ્ફૂર્તિનો અનુભવ થશે.
નેગેટિવ – સમજી-વિચારીને બોલવું. સ્વભાવમાં ઉગ્રતાના કારણે કોઇ વ્યક્તિ સાથે વિવાદ થાય નહીં તેનું ધ્યાન રાખવું.

મકર રાશિ:-
પોઝિટિવ – લાંબા સમયથી બની રહેલી યોજનાઓ સફળ થઇ શકે છે. સામાજિક કાર્યોમાં રસ લેશો. ધાર્મિક આયોજનોમાં સામેલ થઇ શકો છો. પરિવારનું વાતાવરણ તમારી અનુકૂળ રહેશે. સંતાન તેમની જવાબદારીઓને સમજશે અને તે જોઇને તમે ખુશ પણ થશો.
નેગેટિવ – વાહનનો પ્રયોગ સાવધાનીથી કરો. દુર્ઘટનાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે સમય થોડો નકારાત્મક રહેશે. કરિયરમાં સફળતા માટે તમારે મહેનત કરવી પડશે.

કુંભ રાશિ:-
પોઝિટિવ – કાર્યક્ષેત્રમાં ભાઈ પાસેથી સહયોગ મળશે અને જીવનમાં સફળતાના નવા માર્ગ ખુલશે. ગૃહસ્થ જીવનમાં આનંદપૂર્ણ વાતાવરણ રહેશે. કોઇ ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં સામેલ થઇ શકો છો.
નેગેટિવ – આવક ઓછી થશે અને ખર્ચાઓમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. શારીરિક નબળાઈના કારણે માનસિક ચિંતા બની રહેશે. દુશ્મનોથી સંભાળીને રહેવું. કામમાં એકાગ્રતા જાળવી રાખવી.

મીન રાશિ:-
પોઝિટિવ – જેટલી મહેનત કરશો તેટલું ફળ પ્રાપ્ત થશે. આકરી મહેનતથી કાર્યોમાં સફળતા મળશે. નવા કપડાં અને ઘરેણાંની પ્રાપ્તિ થઇ શકે છે. સમજી-વિચારીને લીધેલાં નિર્ણય લાભદાયક રહેશે અને યોજનાઓ સફળ થશે. ધાર્મિક આયોજનમાં ભાગ લઇ શકો છો.
નેગેટિવ – પરિવારમાં ક્લેશ ઉત્પન્ન થઇ શકે છે. થોડાં મામલે મનમાં શંકા અને અનિશ્ચિતતાનું વાતાવરણ રહેશે. કોઇ નવા કાર્યની શરૂઆત કરશો નહીં. સારા સમયની રાહ જોવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *