રાશિફળ

આજ નો તમારો દિવસ કેવો રહેશે, જાણો તમારી રાશિ પ્રમાણે…

મેષ રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ સારો રહેશે. મિત્રો સાથે મુલાકાત થશે અને તેમનો સહયોગ મળશે. લેખનકાર્ય માટે સમય સારો છે. તમે તમારી આસપાસ પોઝિટિવ ઊર્જા અનુભવ કરશો. કાર્યશૈલીમાં રચનાત્મકતા તમને કાર્યજીવનમાં પ્રગતિ માટે પ્રરિત કરી શકે છે.
નેગેટિવ – આકસ્મિક ખર્ચ વધવાથી તમે તણાવ અનુભવ કરશો. બિનજરૂરી ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું. નવા કાર્યની શરૂઆત કરવી નહીં. સારા સમયની રાહ જોવી.

Loading...

વૃષભ રાશિ:-
પોઝિટિવ – સમજી-વિચારીને લીધેલો નિર્ણય તમારા જીવનમાં પોઝિટિવ બદલાવ લઇને આવશે. ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ પ્રમોશન સ્વરૂપે મળી શકે છે. કોઇ જૂના સાથી સાથે મુલાકાત પણ આશ્ચર્યચકિત કરી શકે છે. કામકાજ માટે સમય સારો છે.
નેગેટિવ – સંપત્તિના રખરખાવ પર ખર્ચ વધી શકે છે. પારિવારિક જવાબદારીઓ વધશે. કાર્યસ્થળ પર કાર્યભાર રહેશે અને સફળતા મેળવવા માટે વધારે મહેનત કરવી પડશે.

મિથુન રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ તમારી માટે સારો રહેશે. તમે ખૂબ જ પ્રસન્ન રહેશો અને ભવ્યતા અને સભ્યતા પર ભાર આપશો. મહેનત અને લગનથી લક્ષ્ય પૂર્તિમાં સફળ રહેશો. કાર્યોમાં સફળતા મળશે. લાંબા સમયથી ચાલી રહેલાં કાનૂની વિવાદ પૂર્ણ થશે.
નેગેટિવ – કોઇ નવા કાર્યની શરૂઆત કરવી નહીં. કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં મોડું થવાથી નિરાશ થઇ શકો છો. કોર્ટ-કચેરી સાથે સંબંધિત કાર્યોમાં ભાગ લેવો પડી શકે છે.

કર્ક રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ તમે તમારી ભાવનાઓમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. બધા જ કાર્યો સરળતાથી પૂર્ણ થશે, જેનાથી પોતાની ઉપર વિશ્વાસ વધશે. પરિવારમાં કોઇ મોટું આયોજન થઇ શકે છે, જેમાં તમારી ઉપર વધારે જવાબદારી આવી શકે છે.
નેગેટિવ – શારીરિક સ્ફૂર્તિનો અભાવ થઇ શકે છે અને માનસિક રૂપથી પણ ચિંતા બની રહી શકે છે. થોડી સમસ્યાઓ આવશે, અંતમાં બધું જ ઠીક થઇ જશે. આર્થિક સ્થિતિ નબળી થઇ શકે છે.

સિંહ રાશિ:-
પોઝિટિવ – માનસિક રૂપથી આનંદની અનુભૂતિ થશે. નવી જગ્યાઓ ઉપર ભ્રમણ પર જઇ શકો છો. મિત્રોનો સાથ ઉત્સાહિત રાખશે. પ્રતિસ્પર્ધામાં આગળ રહેવું. કળા કૌશલને બળ મળશે. કારોબારમાં સારો લાભ મેળવી શકો છો. અટકાયેલાં કાર્યો પૂર્ણ થશે.
નેગેટિવ – ગુસ્સા ઉપર સંયમ રાખશો તો વિવાદોથી બચી શકો છો. સંબંધોના કારણે તણાવ ઉત્પન્ન થઇ શકે છે. ધાર્મિક યાત્રા પર જઇ શકો છો, જેમાં વધારે ધન ખર્ચ થવાની સંભાવના રહેશે.

કન્યા રાશિ:-
પોઝિટિવ – શુભ કાર્ય કરવાની પ્રેરણા મળશે અને લેખન-વાંચન જેવી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. પરિશ્રમનું સારું પરિણામ મળશે. કામમાં તત્પરતા અને કુશળતા તમારી પ્રગતિમાં મદદગાર થશે. આધ્યાત્મ અને મેડિટેશન તરફ રસ વધશે.
નેગેટિવ – ખર્ચ વધવાથી તણાવમાં રહી શકો છો. વાણી ઉપર સંયમ રાખવો. વિદ્યાર્થીઓ માટે સમય મહેનત કરવાનો રહેશે. મહેનત અને ભાગ-દોડ વધારે કરવી પડશે.

તુલા રાશિ:-
પોઝિટિવ – પરિવાર સાથે ધર્મ-ધ્યાનમાં સમય વિતાવવો. મિત્રો સાથે મુલાકાત સારી રહેશે. પરિસ્થિતિઓ પ્રમાણે તમે પોતાને ઢાળવાની કોશિશ કરો. સ્વાભિમાની સ્વભાવ લોકપ્રિયતા અપાવામાં મદદગાર થશે. કોર્ટમાં કોઇ જૂનો મામલો ચાલી રહ્યો છે તો તેનો જલ્દી ઉકેલ આવી શકે છે.
નેગેટિવ – નેગેટિવ વિચારોને છોડીને તમારી ક્ષમતાઓનો પૂર્ણ ઉપયોગ કરો. સમજી-વિચારીને કોઇ નિર્ણય લેશો તો સારું રહેશે. કોઇ નવું કામ શરૂ કરશો નહીં.

વૃશ્ચિક રાશિ:-
પોઝિટિવ – વેપારમાં વિકાસ થવાથી મનમાં આનંદ છવાયેલો રહેશે. કાર્યમાં પ્રતિકૂળતાઓમાં વૃદ્ધિ થશે. પરિવારનું વાતાવરણ સારું રહેશે અને પરિજનોનો ભરપૂર સહયોગ મળશે. આનંદ-પ્રમોદ તથા મનોરંજક પ્રવૃત્તિથી મન ખુશ રહેશે.
નેગેટિવ – કારોબારમાં થોડી પરેશાનીઓનો સામનો કરવો પડશે. ધનનો ખર્ચ વધારે થવાથી મન દુઃખી રહેશે. ગુસ્સા ઉપર નિયંત્રણ અને વાણી પર સંયમ રાખવો.

ધન રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ કારોબારીઓ માટે સારો રહેશે. આર્થિક લાભના પ્રબળ યોગ બની રહ્યા છે. પારિવારિક વાતાવરણ આનંદદાયક રહેશે. કાર્યક્ષેત્ર સાથે સંબંધિત યાત્રા પર જવાનું થઇ શકે છે, જે સફળ રહેશે. ધાર્મિક કાર્યોમાં રસ લેશો. સમાજમાં પ્રતિષ્ઠા વધશે.
નેગેટિવ – ઘરમાં પરેશાનીઓ આવી શકે છે, પરંતુ સાથીને નાની-નાની વાતો માટે સંભળાવવાનું ટાળો. કામકાજમાં વધારે તણાવના લીધે પરિવારની જરૂરિયાતો અને ઇચ્છાઓને મારવી નહીં. આધ્યાત્મિકતાનો આશ્રય લેવાથી મન શાંત રહેશે.

મકર રાશિ:-
પોઝિટિવ – કામમાં મન લાગશે અને મહેનત પ્રમાણે પરિણામ મળશે. અટકાયેલાં કાર્યો શરૂ થશે, જેનાથી મનમાં ઉત્સાહ રહેશે. દાંપત્ય જીવનમાં સુખ અને સંતોષનો અનુભવ થશે. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં રસ લઇ શકશો. આર્થિક વિષયોને વ્યવસ્થિત રૂપથી આયજોન કરી શકશો.
નેગેટિવ – વાણી ઉપર સંયમ રહેશે નહીં તો મન દુઃખી થશે. તમારો ઉગ્ર અને અસંયમિત વ્યવહાર તમારી માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. સંબંધીઓ સાથે કોઇ અનિષ્ટ ઘટના બની શકે છે.

કુંભ રાશિ:-
પોઝિટિવ – તમે બાળકોની ઉપચાર કરવાની શક્તિ મહેસૂસ કરશો. તેઓ આધ્યાત્મિક રીતે ધરતી ઉપર સૌથી વધારે તાકાતવર અને ભાવનાત્મક લોકો છે. તેમની સાથે તમે પોતાને ઊર્જાથી ભરપૂર મેળવશો. આજના દિવસે શરૂ કરેલું નિર્માણ કાર્ય સંતોષજનક રૂપથી પૂર્ણ થશે.
નેગેટિવ – મનોરંજનના કાર્યોમાં ધન ખર્ચ થઇ શકે છે. તમારો ગુસ્સો અને ઉતાવળના કારણે નુકસાન ઊઠાવવું પડી શકે છે. જો તમે નિષ્ણાતોની સલાહ વિના રોકાણ કરશો, તો નુકસાન થશે જ.

મીન રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ મિશ્રિત ફળદાયી છે. દિવસ રોમાંચક બનાવવા માટે નજીકના મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવશો. જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે, જે લાભદાયક સિદ્ધ થશે. સંતાનની પ્રગતિના સમાચાર મળશે. સામાજિક અને ધાર્મિક કાર્યો પ્રત્યે રસ વધશે.
નેગેટિવ – કામ વધારે રહેશે, જેનાથી ભાગદોડ કરવી પડશે. લેણ-દેણમાં સાવધાની રાખવી અને કોર્ટ-કચેરીના કાર્યોથી બચવું. વાહન સંભાળીને ચલાવવું. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *