રાશિફળ

શનિવાર એ આ રાશિના લોકો માટે દિવસ સારો સાબિત થશે, જાણો તમારૂ રાશિફળ…

મેષ રાશિ:-
પોઝિટિવ- તમારી કાર્યશૈલીથી થોડાં કાર્યો જલ્દી પૂર્ણ થવાની આશા છે. રાશિ સ્વામી ગુરૂ તમને કુશાગ્ર બુદ્ધિના માલિક બનાવનાર રહેશે. જેના કારણે અનેક લોકો તમારી પાસે સલાહ લેવા માટે આવશે.
નેગેટિવ- આજે તમારો દિવસ અસ્વસ્થતા અને વ્યગ્રતામાં પસાર થઇ શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના છે. આશા-નિરાશાના મિશ્રિત ભાવ મનમાં જ રહેશે. ખર્ચામાં વૃદ્ધિ થશે.

Loading...

વૃષભ રાશિ:-
પોઝિટિવ- નાના પ્રવાસનું આયોજન થઇ શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. કોઇ મિત્રના સહયોગથી નોકરીનો અવસર મળી શકે છે. રચનાત્મક અથવા તો સર્જનાત્મક ક્ષેત્રમાં માન-સન્માન પ્રાપ્ત થશે. તમારી સર્જનશક્તિમાં પોઝિટિવ વૃદ્ધિ થશે.
નેગેટિવ- પારિવારિક શાંતિ જાળવી રાખવા માટે નિરર્થક વાદ-વિવાદ કરવાથી બચો. આજે યાત્રા પ્રવાસ પર જઇ શકશો નહીં. જળાશયોથી બચીને રહેવું.

મિથુન રાશિ:-
પોઝિટિવ- આજનો દિવસ તમારી માટે સારો રહેશે. પતિ-પત્ની બહાર ફરવા જઇ શકે છે. આજે મિત્રો સાથે મુલાકાત થશે. તેમના સહયોગથી લાભ પ્રાપ્ત થશે. આર્થિક લાભ મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થશે. પરિવારમાં ધાર્મિક કાર્ય થશે.
નેગેટિવ- તમારી વાણી ઉપર સંયમ રાખો. સ્વાસ્થ્ય પાછળ ધન ખર્ચ થવાની સંભાવના છે. ખોટાં કાર્યોથી બચવું. વિચારોને સ્પષ્ટતા સાથે અભિવ્યક્ત કરો. સંતાન સંબંધી સમસ્યા ઊભી થશે.

કર્ક રાશિ:-
પોઝિટિવ- વૈચારિક સ્થિરતા સાથે હાથમાં આવેલાં કાર્યોને પૂર્ણ કરી શકશો. મિત્રોના સહયોગથી કારોબારમાં અનુકૂળ પરિસ્થિતિઓ રહેશે. આવકના સ્ત્રોત વિકસિત થશે. શારીરિક અને માનસિક દ્રષ્ટિએ સ્વસ્થ અને ઉત્સાહી રહેશો.
નેગેટિવ- આજે ધાર્મિક કાર્યો પાછળ ધન ખર્ચ થઇ શકે છે. આજે કોઇ સાથે મનમુટાવ થઇ શકે છે. આજે પારિવારિક સભ્યો સાથે મનમુટાવ થવાના સંકેત છે. અનૈતિક કાર્યથી બદનામી થવાની સંભાવના છે.

સિંહ રાશિ:-
પોઝિટિવ- વ્યવસાયમાં સફળતા મળશે અને સહકર્મીઓનો સહયોગ પણ તમને પ્રાપ્ત થશે. ધનલાભ થઇ શકે છે. સગા-સંબંધીઓ સાથે મુલાકાત થશે અને સુખ-આનંદની પ્રાપ્તિ થશે.
નેગેટિવ- આવક તથા ખર્ચાઓમાં વૃદ્ધિ થઇ શકે છે. પતિ-પત્ની વચ્ચે વિવાદ થઇ શકે છે. રૂપિયાની લેવડ-દેવડ અથવા આર્થિક વ્યવહાર કરશો નહીં.

કન્યા રાશિ:-
પોઝિટિવ- પરિજનોનો સહયોગ મળશે. મકાન અથવા ભૂમિ સાથે સંબંધિત દસ્તાવેજોના કાર્યો પૂર્ણ થશે. યાત્રા પર જવાનો યોગ છે. નોકરીમાં ઓફિસરોની મદદ મળશે. નિર્ણય લઇ શકો છો. કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થઇ શકે છે.
નેગેટિવ- મનમાં નેગેટિવ વિચાર હાવિ રહેશે. આર્થિક તંગી રહેશે. માનસિક તણાવ વધી શકે છે. પાણીથી ભય રહેશે. મિત્રો પાછળ ધન ખર્ચ થશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા વધશે.

તુલા રાશિ:-
પોઝિટિવ- આજે તમે આત્મવિશ્વાસથી પરિપૂર્ણ રહેશો. કાર્ય બાબતે વ્યસ્ત રહેશો. આર્થિક લાભ થવાની સંભાવના છે. આર્થિક આયોજન પણ કરી શકો છો. નોકરીમાં ઉન્નતિના અવસર મળી શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે.
નેગેટિવ- માનસિક તણાવ વધી શકે છે. પિતાને સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થઇ શકે છે. સંતાન સંબંધી સમસ્યા આવશે. થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે. વાણી ઉપર સંયમ રાખવો.

વૃશ્ચિક રાશિ:-
પોઝિટિવ- કારોબારમાં નફો મળશે. નોકરી-ઇન્ટરવ્યૂમાં સફળતા મળશે. યાત્રાની સંભાવના છે. આજે ભાગ્ય તમને સાથ આપશે. નવું કાર્ય કરવા માટે પ્રેરિત રહેશો. આજે તમારું મન પ્રસન્ન રહેશે.
નેગેટિવ- આવકમાં ઘટાડો આવશે અને ખર્ચાઓ વધશે. સ્થાયી સંપત્તિ અને વાહન વગેરેના દસ્તાવેજ કરવામાં સાવધાની જાળવવી. માતાના સ્વાસ્થ્ય સબંધિત ચિંતા રહેશે.

ધન રાશિ:-
પોઝિટિવ- સંતાન તરફથી શુભ સમાચાર મળશે. શૈક્ષિક કાર્યોમાં સફળતા મળશે. મહિલા મિત્રોનો સહયોગ મળશે. સામાન્ય રૂપથી શારીરિક-માનસિક તાજગી સાથે આજના બધા જ કાર્યો પૂર્ણ કરશો. માન-સન્માનમાં વૃદ્ધિ થશે.
નેગેટિવ- માનસિક શાંતિ તો રહેશે, પરંતુ સ્વભાવ ચિડીયો બની શકે છે. સાર્વજનિક જીવન તથા સામાજિક જીવનમાં આજે સફળતા ઓછી મળશે. માનસિક તણાવ વધી શકે છે.

મકર રાશિ:-
પોઝિટિવ- આજનો દિવસ તમે મનોરંજન તથા હરવા-ફરવામાં સમય વ્યતીત કરશો. જીવનસાથીનો સહયોગ મળશે. યાત્રા લાભકારી રહેશે. કારોબારના સિલસિલામાં યાત્રા પર જવાનું થઇ શકે છે.
નેગેટિવ- વાણી ઉપર સંયમ રાખો. નેગેટિવ વિચારો ઉપર કાબૂ રાખો. મિત્રો સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે. મન અશાંત રહેશે. આજે ઓફિસમાં કાર્યભાર વધારે રહેશે.

કુંભ રાશિ:-
પોઝિટિવ- ભેટ અને ધનની પ્રાપ્તિ થશે. શારીરિક, માનસિક અને આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ તમારી માટે સારો સાબિત થશે. દાંપત્યજીવનની મધુરતાનો આનંદ ઉઠાવી શકશો. આજે પરિજનો સાથે ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થશે.
નેગેટિવ- રૂપિયાની લેવડ-દેવડ માટે અનુકૂળ સમય નથી. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જરૂરી દસ્તાવેજો અથવા કોર્ટ-કચેરીના મામલાઓમાં સાવધાની રાખવાની જરૂર છે.

મીન રાશિ:-
પોઝિટિવ- કાર્યમાં સફળતા અને યશ મળશે. આવકના સ્ત્રોત વિકસિત થઇ શકે છે. કોઇ મિત્રનું આગમન થઇ શકે છે. પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. બિમાર વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધાર થવાથી રાહતનો અનુભવ થશે.
નેગેટિવ- પારિવારિક સમસ્યાઓ પરેશાન કરી શકે છે. સ્વજનોથી દૂર જવાનો અવસર આવશે. નેગેટિવ વિચારોથી મન વિચલિત થશે. ધૈર્યશીલતામાં ખામી આવશે. પારિવારિક સભ્યો સાથે મનમુટાવ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *