રવિન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ સામે પકડ્યા બે શાનદાર કેચ,વીડિયો જોઈને તમે વિશ્વાસ નહીં કરો,જુઓ વીડિયો

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં થાય છે. જાડેજાએ ફરી એકવાર આ વાત સાબિત કરી છે. રવિન્દ્ર જાડેજાએ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડ સામે બે શાનદાર કેચ પકડ્યા હતા. આ બંને કેચ જાડેજાએ હાર્દિક પંડ્યાની એક જ ઓવરમાં કેચ કર્યા હતા.

Loading...

પહેલા તેણે લિયામ લિવિંગસ્ટોનનો કેચ પકડ્યો. લિવિંગસ્ટોન ઈનિંગની 37મી ઓવરના ત્રીજા બોલને ફાઈન લેગ પર ફટકારવા ઈચ્છતો હતો, પરંતુ બાઉન્ડ્રી દોરની એકદમ નજીક ઉભેલા જાડેજાએ બોલ પર કાબૂ મેળવીને તેને પકડ્યો હતો. બે બોલ બાદ હાર્દિકના બોલ પર જાડેજાએ ઈંગ્લિશ કેપ્ટન બટલરને પણ પેવેલિયન મોકલી દીધો હતો.

જોસ બટલરનો કેચ ખૂબ જ સારો હતો કારણ કે કેચ લેતા પહેલા જાડેજાએ લાંબુ અંતર કાપ્યું હતું. બાદમાં તેણે ડાઇવ કરીને બોલ કેચ કર્યો. બટલરની વિકેટ પડ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ રિકવર થઈ શકી ન હતી અને તે 275 રન પહેલા ઓલઆઉટ થઈ ગઈ હતી. રવિન્દ્ર જાડેજાના કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની આખી ટીમ 45.5 ઓવરમાં 259 રનમાં સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલરે સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. તે જ સમયે ઓપનર જેસન રોયે 41 અને મોઈન અલીએ 34 રન બનાવ્યા હતા. આ સિવાય ક્રેગ ઓવરટને 32 અને લિયામ લિવિંગસ્ટોને 27 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરતા ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે યુઝવેન્દ્ર ચહલે ત્રણ અને સિરાજે બે-બે વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *