Cricket

રવીન્દ્ર જાડેજાએ ફિફટી મારતા જ બેટ ની કરી તલવારબાજી,વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમ માં નાચવા લાગ્યો,જુઓ વિડીયો

રાંચી ટેસ્ટમાં ભારતીય બોલરોનો જંગ જોવા મળ્યો હતો.દક્ષિણ આફ્રિકા સામે ફરીથી ભારતીય ટીમે રનનો પહાડ ઉભો કર્યો હતો.રોહિત શર્માએ ટેસ્ટ કરિયર પહેલો બીજો શતક લગાવ્યો તો રહાણે એ 3 વર્ષ પછી શતક લગાવ્યો.આ ઉપરાત રવિન્દ્ર જાડેજાએ પણ અર્ધશતક લગાવ્યો હતો.બધા ને ખબર છે કે જ્યારે જાડેજા શતક કે અર્ધશતક કરે ત્યારે તે પોતાના અંદાજમાં નાચે છે.તે બેટને તલવારના અંદાજમાં ફેરવે છે.

Loading...

રવિવારે રાંચી ટેસ્ટમાં પણ જાડેજાએ અર્ધશતક લગાવીને કઈક આવું કર્યો.આ વખતે જાડેજાના જશ્નમાં વિરાટ કોહલીએ પણ ભાગ લીધો હતો.ડ્રેસિંગ રૂમમાં નાચતા નજરે આવે છે.112 મી ઓવરે જ્યોર્જ લિંડે ના દડાં પર 2 રન લઈને જાડેજાએ 13 મો ટેસ્ટ શતક ફટકાર્યો.50 રન પૂર્ણ થતાની સાથે જ જાડેજાએ બેટને તલવારની જેમ ફેરવવાનું શરૂ કરી દીધું.

એના આ જશનમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પણ શામિલ થયા.તે ડ્રેસિંગ રૂમના દરવાજા પર આવ્યા અને જાડેજાની તરફ મ્યાનમાંથી તલવાર કાઢવાનો ઈશારો કર્યો.તેના પછી તેને ઘોડાની સવારી કરવા જેવો જશ્ન ઉજવ્યો.

એવામાં મેદાનમાં જાડેજા તલવારની જેમ બેટ ફેરવી રહ્યા હતા.જ્યારે ડ્રેસિંગ રૂમમાં કોહલી ઘોડાને દોડવાનો જશ્ન મનાવ્યો.આ જોઈને જાડેજા હસવા લાગ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *