ગુજરાત

વડોદરામાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના,રિક્ષાચાલકે યુવતીને લગ્નની લાલચ આપી લઈ જઈ કર્યું દુષ્કર્મ,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 12 લાખ 16 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 22 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે રાજ્યમાં ઘણી એવી ઘટનાઓ સામે આવે છે.જે વિચારવા પર મજબૂર કરે છે.

Loading...

ત્યારે આવી જ એક ઘટના વડોદરા શહેરમાંથી સામે આવી છે.વડોદરા નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી રિક્ષાચાલક યુવક મધ્યપ્રદેશ લઈ ગયો હતો. ત્યાં યુવતી સાથે મારઝૂડ કરી અનેકવાર દુષ્કર્મ આચરતા ઘટના સંદર્ભે પોલીસે યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નંદેસરી વિસ્તારમાં રહેતી યુવતી વડોદરાના વાઘોડિયા જીઆઇડીસીમાં નોકરી કરતી હતી.

યુવતી વાસદના કાછલાપુરા ગામે રહેતા અજય ગામેચીના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. વર્ષ 2016થી બંને એકબીજાના સંપર્કમાં હતા.તે દરમિયાન રિક્ષા ચાલકે તે યુવતીને લગ્નની લાલચ આપીને પરિવારને જાણ કર્યા વિના 21મી જુનના રોજ યુવતીને લઈ મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે ગયો હતો. યુવતી રહસ્યમય રીતે ગુમ થતાં પરિવારે ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.

જેના પગલે પોલીસે શોધખોળ કરતાં તેઓ મધ્યપ્રદેશના અલીરાજપુર હોવાની માહિતી મળતા નંદેસરી પોલીસ પહોંચી હતી અને જુલાઈ મહિનાની 17મી તારીખે યુવતી અને અજય ગામેચીને ઝડપી લઇ વડોદરા લાવ્યા હતા. ઘટના સંદર્ભે યુવતીની ફરિયાદના આધારે યુવતીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને એટ્રો સિટી સહિતના ગુના હેઠળ અજય ગામેચી સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *