રિયાન પરાગ અશ્વિન પર થયો ગુસ્સે,વાઇડ બોલ પર આવી રીતે થયો રન આઉટ,જુઓ વીડિયો

IPL 2022ના પ્રથમ ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 188 રન બનાવ્યા હતા પરંતુ ગુજરાત સામેની આ મેચમાં ઘણી રમુજી ક્ષણો જોવા મળી હતી. આ દરમિયાન એક ક્ષણ એવી આવી જ્યારે યુવા રિયાન પરાગ તેના વરિષ્ઠ રવિચંદ્રન અશ્વિન પર ગુસ્સે થતો જોવા મળ્યો. આ ઘટના રાજસ્થાનની ઇનિંગના છેલ્લા બોલ પર જોવા મળી હતી.

Loading...

વાસ્તવમાં એવું બન્યું કે 20મી ઓવરના છેલ્લા બોલ પર જોસ બટલર રન આઉટ થયો પરંતુ આ બોલ નો બોલ આપવામાં આવ્યો અને આ પછી બેટિંગ કરવા રવિચંદ્રન અશ્વિન આવ્યો હતો અને યુવા રિયાન પરાગ જે નોન સ્ટ્રાઈક પર ઊભો હતો જે સ્ટ્રાઈક પર આવવા માટે આતુર હતો.પછી બન્યું એવું કે યશ દયાલે ફરીથી છેલ્લો બોલ વાઈડ નાખ્યો.

યશ દયાલના હાથમાંથી બોલ છોડવાની રાહ હતી કે પરાગ સ્ટ્રાઈક પર આવવા દોડ્યો પરંતુ સ્ટ્રાઈક પર ઊભેલો અશ્વિન હટ્યો નહીં અને પરિણામ એ આવ્યું કે પરાગ અશ્વિનના છેડે પહોંચ્યો અને ગુજરાતે સરળ રનઆઉટ કર્યો. આ પછી પરાગે તેના સિનિયરને ઈશારામાં ઘણું કહ્યું અને પેવેલિયનમાં જતી વખતે પણ તેનો ચહેરો નીચે ઉતરતો જોવા મળ્યો.

આ દરમિયાન અશ્વિન પણ ભાઈ કેમ ભાગી રહ્યો છે એમ કહેતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે, આ ઘટના બાદ અશ્વિને આગામી બોલ પર બે રન લઈને પોતાની ટીમને 188 સુધી પહોંચાડી દીધી, જે આ પિચ પર મોટો સ્કોર હતો.

જુઓ અહીંયા ક્લિક કરીને વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *