દેશ

SBI બેંકે શ્રીનગરના ડલ તળાવ પર દેશનું પ્રથમ તરતું ATM ખોલ્યું,પ્રવાસીઓને થશે તેનો લાભ,જુઓ

ભારતીય સ્ટેટ બેંક (SBI) દેશની સૌથી મોટી બેંક છે. આ બેંકમાં દેશભરમાં મહત્તમ ગ્રાહકો છે. તાજેતરમાં જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ દેશનું પ્રથમ તરતું એટીએમ ખોલ્યું છે. આ એટીએમ શ્રીનગર સ્થિત ડલ લેકમાં હાઉસબોટ પર ખોલવામાં આવ્યું છે. આ ફ્લોટિંગ એટીએમનું ઉદઘાટન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન દિનેશ ખરે દ્વારા કરવામાં આવ્યું છે.

Loading...

SBI એ દેશમાં સૌથી પહેલા ફ્લોટિંગ એટીએમનો કોન્સેપ્ટ આપ્યો છે. આ એટીએમની મદદથી સ્થાનિક લોકો અને પ્રવાસીઓ કોઈ પણ પ્રકારની પરેશાની વગર પૈસા ઉપાડી શકે છે. એસબીઆઈએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી આપી છે.

દેશ અને દુનિયામાંથી લોકો ડલ લેક જોવા આવે છે. આવી સ્થિતિમાં તમામ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો જોવામાં આવે તો ડલ લેકમાં દેશની એકમાત્ર તરતી પોસ્ટ ઓફિસ પણ છે. પ્રવાસીઓમાં પણ તેની ખૂબ ચર્ચા થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *