ગુજરાત

આ ગામની સરકારી શાળામાં દાતાએ AC નંખાવ્યા, 10 દિવસમાં હાજરી ફૂલ

વિદ્યાર્થીઓ ગામડાની સરકારી શાળામાં સુવિધાઓના અભાવે શિક્ષણ છોડી દેતા હોવાના ઢગલાબંધ દાખલા જોવા મળે છે પરંતુ ક્યારેક શાળાના શિક્ષકોના પ્રયાસો થકી વિદ્યાર્થીને શાળા છોડતા અટકાવામાં આવ્યા હોય તેવું પણ જોવા મળે છે. ગામડાની શાળામાં ગરમીમાં વિદ્યાર્થીઓને તકલીફ ન પડે અને વિદ્યાર્થી શાળાએ આવવાનું બંધ ન કરી દે તેવા હેતુથી બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના તાલુકાની પડવદર પ્રાથમિક શાળામાં 1.5 ટનના 10 AC ફીટ કરવામાં આવ્યા છે. આ AC સરકારી સ્કૂલમાં લાગ્યા તેના પાછળ એક દાતાની દિલેરી છે. હજુ તો ACનું ઇનસ્ટોલેશન જ શરૂ હતું અને ચોથા ધોરણના વર્ગમાં ફૂલ હાજરી થઈ ગઈ. શાળામાં 9 વર્ગ ખંડની સાથે એક આંગણવાડીને પણ AC આપવામાં આવ્યું છે.વાઘાણીના જણાવ્યા મુજબ શાળામાં AC લાગ્યા બાદ તુરંત જ હાજરીમાં વધારો જોવા મળ્યો છે. ACના દાતા બાબુ મોરડિયાએ એક વાતચીતમાં જણાવ્યું, “ હું પડવદરનો જ વતની છું અને રાજસ્થાનમાં મોટો થયો છું. મારૂ નાનપણ ગરીબીમાં વિત્યું હતું તેથી મને સતત એવું હતું કે મારાથી થઈ શકે તેટલી મદદ કરૂ. અવારનવાર ગામડે જતા હોવાથી ત્યાંની સ્થિતી મને ખબર હતી. આ AC ગામડાના ગરીબ બાળકોની આદત નહીં બગાડે પરંતુ તેને શાળામાં રહેવા માટે પ્રેરણા આપશે અને આગળ જતાં તેને આ પ્રકારનું જીવન જીવવું હોય તો કેટલી મહેનત કરવી પડે તેની પણ પ્રેરણા આપશે.”

Loading...

બાળકો રિસેસમાં રમતાં પણ નથીશાળાના આચાર્ય વાઘાણીએ જણાવ્યું કે હજુ તો પહેલા ધોરણના વર્ગમાં જ AC લાગ્યા છે પરંતુ તેની અસર એ છે કે બાળકો રોજ નિયમિત શાળાએ આવવા લાગ્યા છે. અગાઉ અનિયમિતતાનો મુદ્દો જોવા મળતો હતો. હવે બાળકો રિસેસમાં મધ્યાહન ભોજન લઈને રમવા નિકળી જવાના બદલે વર્ગખંડમાં બેસી રહે છે.’લાઇટબીલ સરકાર ભરે છે’1.5 ટનના 10 ACનું તોતિંગ લાઇટ બીલ પણ સમસ્યા કરી શકે છે પરંતુ આચાર્ય કિરણ વાઘાણીએ જણાવ્યું કે પહેલાં સરકાર લાઇટબીલ પેટે ચોક્સ રકમ આપતી હતી પરંતુ હવે શાળાનું તમામ બીલ સરકાર આપે છે તેથી આ બીલનો ખર્ચની ચિંતા નથી અને AC જરૂરિયાત મુજબ વાપરવામાં આવશે તેથી બિલની પણ ચિંતા નથી.

CCTV પણ લગાડાશેACનું દાન આપનારા મોરડિયા આગામી દિવસોમાં શાળાને CCTV પણ લગાડી આપવાના છે. તેમના મતે દાન આપવાથી સંપત્તિ ઘટતી નથી પરંતુ વધે છે અને આ જીવનનો નિયમ છે. આગામી દિવસોમાં બાળકો સાથે શિક્ષકોની કામગીરી અને સુરક્ષાનું મોનટરીંગ પણ સરકારી પ્રાથમિક શાળામાં થઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *