કોરોના ના કહેર વચ્ચે, આ રાજ્યમાં ખુલવા જઈ રહી છે શાળા અને કૉલેજો…

હાલ સમગ્ર દેશમાં કોરોના એ પોતાનો કાળો કહેર મચાવ્યો છે. દેશમાં કોરોના વાયરસનો આંકડો આજે 1.25 લાખ ને પાર પહોંચી ગયો છે. પણ હજુ દેશન અમુક રાજ્યો કોરોના મુક્ત છે.ત્યારે કોરોના વાયરસને કારણે જ્યારે દેશમાં એક તરફ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. આવી સ્થિતિમાં, સિક્કિમ શિક્ષણ પ્રધાન કે.એન. લેપ્ચાએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તમામ શાળાઓ અને કોલેજો ફરીથી ખોલવામાં આવી રહી છે.

Loading...

(ફોટો: પ્રતિકાત્મક)

તેમણે કહ્યું, “અમે 15 જૂનથી તમામ શાળાઓ અને કોલેજો ફરીથી ખોલીશું. જેમાં 9 થી 12 ના વિદ્યાર્થીઓને શાળાએ જવાની છૂટ છે. નર્સરી 8 મીના વિદ્યાર્થીઓ હજી પણ શાળાએ નહીં જઇ શકે. શાળાઓમાં મોર્નિંગ એસેમ્બલીની મંજૂરી આપવામાં આવશે નહીં જેથી સામાજિક અંતરના નિયમનો ભંગ ન થાય.સિક્કિમ રાજ્યમાં હજી સુધી કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. અહીંથી કોરોના વાયરસની તપાસ માટે 81 નમૂના મોકલવામાં આવ્યા હતા અને તમામ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

(ફોટો: પ્રતિકાત્મક)

સિક્કિમ ઉપરાંત, ઉત્તરાખંડ રાજ્યની કોલેજો અને યુનિવર્સિટીઓમાં પરીક્ષાઓ 1 જુલાઈ 2020 થી શરૂ થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષા એક મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે, જ્યારે નવો પ્રવેશ 1 સપ્ટેમ્બર 2020 થી શરૂ થશે. તમને જણાવીએ કે, શાળા કોલેજો ધીમે ધીમે ખોલવા માટે નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે.

(ફોટો: પ્રતિકાત્મક)

ઉલ્લેખનીય છે કે,કોરોનાવાયરસ (COVID-19) વિશ્વના દેશો તેમજ ભારતમાં કહેર વરસાવી રહ્યો છે. અહેવાલો અનુસાર, વાયરસ 180 થી વધુ દેશોમાં ફેલાયો છે, તે અત્યાર સુધીમાં, સાડા ત્રણ લાખથી વધુ લોકોના જીવ લઈ ચૂક્યો છે. વિશ્વભરમાં 51 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. આ આંકડો દરરોજ વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે શનિવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, ભારતમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,25,101 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6,654 નવા કેસ નોંધાયા છે અને 137 લોકોનાં મોત નીપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *