વિરાટ કોહલીને કેમ આપવામાં આવ્યો આઉટ,પૂર્વ ક્રિકેટરે જણાવ્યું સાચું કારણ,જુઓ

બીજી ટેસ્ટ મેચમાં, વિરાટ કોહલી કમનસીબ હતો અને કોઈ રન બનાવ્યા વિના એજાઝ પટેલના બોલ પર એલબી ડબલ્યુ આઉટ થયો હતો. કોહલીને આઉટ આપવાના અમ્પાયરના નિર્ણયને લઈને હોબાળો થયો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ સતત ટ્વિટ કરીને પોતાની નિરાશા વ્યક્ત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર સિમોન ડોલે કોહલીની વિકેટ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે અને અમ્પાયરના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.

Loading...

ડોલે કોમેન્ટ્રી દરમિયાન આ અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે, ‘ટીવી અમ્પાયરે મેદાન પરના અમ્પાયરના નિર્ણયને પલટાવવા માટે નિર્ણાયક પુરાવા શોધવા પડશે, બોલ પહેલા બેટ સાથે અથડાયો હોવાના કોઈ વિશ્વાસપાત્ર પુરાવા નથી, તેથી, મને લાગે છે કે પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું. પ્રક્રિયા યોગ્ય હતી.’

હકીકતમાં, આઉટ જાહેર થયા પછી, કોહલી પણ આ નિર્ણયથી નાખુશ હતો અને પેવેલિયનમાં જતી વખતે મેદાન પરના અમ્પાયર સાથે આ વિશે વાત કરતો જોવા મળ્યો હતો. તે જ સમયે, વસીમ જાફરે પણ આ નિર્ણયને ખોટો ગણાવ્યો અને સ્વીકાર્યું કે તેના કહેવા પ્રમાણે બોલ બેટની કિનારી લઈ ગયો હતો. પૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે કોમેન્ટ્રી દરમિયાન અમ્પાયરના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે ટેસ્ટ ક્રિકેટમાં આ 10મી વખત છે જ્યારે કોહલી કોઈ રન બનાવ્યા વિના શૂન્ય પર આઉટ થયો હોય. ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે શૂન્ય પર આઉટ થનાર કોહલી વિશ્વનો સંયુક્ત બીજો કેપ્ટન બન્યો છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ પણ કેપ્ટન તરીકે બેટિંગ કરતા 10 વખત શૂન્ય પર આઉટ થયો છે. કિવી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગના નામે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ વખત આઉટ થવાનો શરમજનક રેકોર્ડ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *