શિખર ધવનનો કમાલ,પ્રથમ વનડેમાં ગબ્બરે ભારત માટે ઈતિહાસનું કર્યું પુનરાવર્તન,જુઓ

કેપ્ટન શિખર ધવન ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં 72 રન બનાવીને આઉટ થયો હતો. ભલે ધવન સદી ચૂકી ગયો, પરંતુ તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વાસ્તવમાં, ધવને તેની લિસ્ટ A કરિયરમાં 12 હજાર રન પૂરા કર્યા છે. ધવન આવું કરનાર ભારતનો 7મો બેટ્સમેન પણ બની ગયો છે. ધવન પહેલા સચિન, ગાંગુલી, દ્રવિડ, કોહલી, ધોની, યુવરાજ આવા પરાક્રમ કરી ચુક્યા છે.

Loading...

ભારત માટે સૌથી વધુ રન:- સચિન તેંડુલકર – 551 મેચમાં 21,999,સૌરવ ગાંગુલી – 437 મેચમાં 15, 622, રાહુલ દ્રવિડ – 449 મેચમાં 15,271 રન, વિરાટ કોહલી – 296 મેચમાં 13,786 રન, એમએસ ધોની – 423 મેચમાં 13,353 રન, યુવરાજ સિંહ – 423 મેચમાં 12,633 રન, શિખર ધવન – 297* મેચોમાં 12,025 રન.

તમને જણાવી દઈએ કે, પ્રથમ વનડેમાં ધવને 77 બોલમાં 72 રન બનાવ્યા હતા જેમાં તેણે 13 ચોગ્ગા ફટકાર્યા હતા. પોતાની ઈનિંગ દરમિયાન ધવને એવા શોટ્સ કર્યા જેણે ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું. ધવન અને ગિલે પ્રથમ વિકેટ માટે 124 રનની ભાગીદારી નોંધાવી હતી. જ્યારે ધવન 72 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે ગિલે 50 રનની ઇનિંગ રમી હતી.

આ પહેલા કિવી ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની શરૂઆત ચોક્કસપણે થોડી ધીમી રહી હતી. પરંતુ બાદમાં ધવન અને ગીલે પોતાનું ગિયર બદલ્યું અને 23 ઓવરમાં 124 રનની ભાગીદારી કરી. ધવનને સાઉદીએ આઉટ કર્યો હતો જ્યારે ફર્ગ્યુસને ગિલને આઉટ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *