શિવમ માટે દેવદૂત બનીને આવ્યા આર્મી જવાનો,આવી રીતે રેસ્ક્યુ કરીને બાળકને કાઢ્યો બોરવેલમાંથી બહાર,જુઓ વીડિયો
સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 53 લાખ ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 30 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.ત્યારે ગઈકાલે સાંજે ધ્રાંગધ્રાના દુદાપુર ગામે આવેલ 500 ફૂટના બોરમાં વાડીમાં મજૂરી કામ કરતા મજૂરનું અઢી વર્ષનું બાળક પડી ગયું હતું.
મળતી માહિતી પ્રમાણે,ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીની અંદર 500 ફૂટ ઊંડા બોરમાં બાળક પડવાની ઘટના બની હતી. બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના માસૂમને 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવાયું હતું. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં સફળતા મળી હતી.આ રેસ્ક્યુ કામગીરીમાં આર્મીની પણ મદદ લેવાઈ હતી.
ઘટનાની જાણ તંત્રને થતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી.ઘટનાસ્થળે ધ્રાંગધ્રા આર્મીની ટીમે આવીને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. બાળક 30 ફૂટ પર સલવાયું હોવાનું જણાયું હતું.
ત્યારે ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર જીવિત કાઢવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ આ માસૂમ બાળકને વધુ સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યું હતું. જ્યાં ઓક્સિજન સહિતની સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ બાળકની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું છે.