શ્રેયસ અય્યર ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમનાર 303 મો ખેલાડી બન્યો,વાંચો કેવું રહ્યું છે તેનું અત્યાર સુધીની કરિયર,જુઓ વીડિયો

ભારત vs ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ ગઈ છે. આ શ્રેણીની પ્રથમ મેચ કાનપુરના ગ્રીન પાર્ક ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજની મહત્વપૂર્ણ મેચમાં ભારતીય કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. 26 વર્ષીય યુવા ક્રિકેટર શ્રેયસ અય્યર કાનપુર ટેસ્ટથી દેશ માટે ટેસ્ટ ડેબ્યૂ કરી રહ્યો છે.

Loading...

BCCIએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી શ્રેયસ અય્યરના ટેસ્ટ ક્રિકેટ ડેબ્યૂનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં દેશના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન અને હાલમાં ક્રિકેટ એક્સપર્ટ અને કોમેન્ટેટર સુનીલ ગાવસ્કરે તેને ટેસ્ટ કેપ આપી હતી. આ સાથે તે દેશ માટે ટેસ્ટ ક્રિકેટ રમનાર 303મો ખેલાડી બની ગયો છે.

અય્યરના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે દેશ માટે 22 વનડે રમીને 20 ઇનિંગ્સમાં 42.8ની એવરેજથી 813 રન બનાવ્યા છે. ODI ક્રિકેટમાં તેના નામે એક સદી અને આઠ અડધી સદી છે. આ સિવાય, તેણે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ એટલે કે T20I ક્રિકેટમાં ભારતીય ટીમ માટે 32 મેચ રમીને 28 ઇનિંગ્સમાં 27.6ની એવરેજથી 580 રન બનાવ્યા છે. T20I ક્રિકેટમાં તેના નામે ત્રણ અડધી સદી છે.

તેની ડોમેસ્ટિક ક્રિકેટની વાત કરીએ તો તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 54 મેચ રમીને 92 ઇનિંગ્સમાં 52.2ની એવરેજથી 4592 રન બનાવ્યા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે 12 સદી અને 23 અડધી સદી છે. આ સિવાય તેણે લિસ્ટ A ક્રિકેટમાં 104 મેચ રમીને 99 ઇનિંગ્સમાં 44.7ની એવરેજથી 3976 રન બનાવ્યા છે. લિસ્ટ A ક્રિકેટમાં તેના નામે આઠ સદી અને 25 અડધી સદી છે.

T20 ફોર્મેટની વાત કરીએ તો તે આ ફોર્મેટમાં અત્યાર સુધીમાં કુલ 160 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન 156 ઇનિંગ્સમાં તેના બેટએ 31.9ની એવરેજથી 4180 રન બનાવ્યા છે. T20 ફોર્મેટમાં તેના નામે બે સદી અને 25 અડધી સદી છે.

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *