શ્રેયસ અય્યરે ડેબ્યૂ ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ,52 વર્ષ બાદ ભારત માટે આ રેકોર્ડ બનાવ્યો,જુઓ

ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરે ન્યૂઝીલેન્ડના કાનપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. પોતાની ડેબ્યુ મેચ રમી રહેલા અય્યર પ્રથમ દિવસની રમતના અંત સુધી 75 રન બનાવીને અણનમ પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 136 બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

Loading...

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ટેસ્ટ ડેબ્યૂ કરતી વખતે 50થી વધુનો સ્કોર બનાવનાર અય્યર વિશ્વનો પાંચમો અને ભારતનો બીજો ખેલાડી બન્યો છે. ભારત માટે 52 વર્ષ પછી કોઈ ખેલાડીએ આવું કર્યું છે.

અય્યર પહેલા આ મહાન ભારતીય બેટ્સમેન ગુંડપ્પા વિશ્વનાથે આ કારનામું કર્યું હતું. વિશ્વનાથે 1969માં ઓસ્ટ્રેલિયા સામે ગ્રીન પાર્ક ખાતે ટેસ્ટ ડેબ્યૂ કરતી વખતે 137 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

શ્રેયસ ભારતનો 303મો પુરુષ ટેસ્ટ ક્રિકેટર બન્યો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનો પ્રભાવશાળી રેકોર્ડ છે, તેણે 54 મેચોમાં 52.18ની સરેરાશથી 4592 રન બનાવ્યા છે.

ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતી ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ દિવસની રમતના અંત સુધી 4 વિકેટના નુકસાન પર 258 રન બનાવ્યા હતા. ખરાબ પ્રકાશને કારણે દિવસની માત્ર 84 ઓવરની રમત શક્ય બની હતી. અય્યર સિવાય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અણનમ 50 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. અય્યરે જાડેજા સાથે પાંચમી વિકેટ માટે અણનમ 113 રનની ભાગીદારી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *