ન્યુઝીલેન્ડ પર કહેર બનીને તૂટ્યા સિરાજ-અર્શદીપ,14 રનમાં જ 7 વિકેટ લીધી,જુઓ

ભારતીય બોલરોએ ન્યુઝીલેન્ડ સામે તેમના ઘરઆંગણે રમાઈ રહેલી T20 શ્રેણીમાં તબાહી મચાવી દીધી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની છેલ્લી એટલે કે ત્રીજી મેચ નેપિયરમાં રમાઈ હતી, આ વરસાદથી પ્રભાવિત મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે તેણે સારી શરૂઆત કરી હતી અને 16 ઓવરમાં 3 વિકેટે 135 રન બનાવ્યા હતા.

Loading...

17મી ઓવરના પહેલા ત્રણ બોલ પર પણ કિવી બેટ્સમેનોએ 11 રન બનાવી લીધા હતા. અહીંથી એવું લાગી રહ્યું હતું કે ન્યૂઝીલેન્ડની ટીમ કદાચ 200 રનથી આગળ નહીં પહોંચી શકે. ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહે અહીંથી ઘાતક બોલિંગ કરી અને સમગ્ર કીવી ટીમને 160 રનમાં આઉટ કરી દીધી.

ભારતીય બોલરોએ ન્યૂઝીલેન્ડ ટીમની ઈનિંગની છેલ્લી 7 વિકેટ માત્ર 3 ઓવરમાં જ ઝડપી લીધી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે 17મી ઓવરના ચોથા બોલ પર તેની ચોથી વિકેટ ગુમાવી હતી. જ્યારે કિવી ટીમની છેલ્લી વિકેટ 20મી ઓવરના ચોથા બોલ પર પડી હતી. આ દરમિયાન 6 બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. ન્યૂઝીલેન્ડની ટીમે આ ત્રણ ઓવરમાં માત્ર 14 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમ માટે ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી હતી. બંનેએ 4-4 વિકેટ પોતાના નામે કરી હતી. અર્શદીપ થોડો ખર્ચાળ સાબિત થયો. તેણે 37 રન લૂંટ્યા, જ્યારે સિરાજે માત્ર 17 રન આપ્યા. હર્ષલ પટેલને એક સફળતા મળી. જ્યારે એડમ મિલ્ને રનઆઉટ થયો હતો.

જો આ મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 160 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ડેવોન કોનવે 59, ગ્લેન ફિલિપ્સે 54 રન બનાવ્યા હતા. ભારતની વાત કરીએ તો મેચ રોકાઈ ત્યાં સુધીમાં તેણે 9 ઓવરમાં 75/4 રન બનાવી લીધા હતા. આ પછી મેચ બંધ થઈ ગઈ અને ટાઈ જાહેર થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *