T20માં શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ,આવું અનોખું કારનામું કરનાર વિશ્વની પ્રથમ ટીમ બની,જુઓ
શ્રીલંકાએ ત્રીજી T20માં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું. ત્રીજી T20માં શ્રીલંકાના દાસુન શનાકાએ ચોંકાવનારી ઇનિંગ રમીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દાસુને 25 બોલમાં 54 રનની અણનમ ઇનિંગ રમી હતી જ્યારે કરુણારત્નેએ 10 બોલમાં 14 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી. બંનેએ 7મી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી.
તમને જણાવી દઈએ કે આ જીતમાં શ્રીલંકાએ T20 ક્રિકેટનો એક મોટો રેકોર્ડ બનાવ્યો, જે પહેલીવાર બન્યો છે. હકીકતમાં, શ્રીલંકાએ છેલ્લી 3 ઓવરમાં 58 રનનો પીછો કર્યો હતો, જે T20 ક્રિકેટમાં છેલ્લી 3 ઓવરમાં સૌથી વધુ રનનો પીછો કરવાનો પહેલો કિસ્સો છે. આ પહેલા ટી-20માં છેલ્લી 3 ઓવરમાં કોઈપણ ટીમ પીછો કરતી વખતે આટલા રન બનાવી શકી ન હતી.
મેચની વાત કરીએ તો જ્યારે 17 ઓવરની રમત પુરી થઈ હતી, તે સમયે શ્રીલંકાનો સ્કોર 6 વિકેટે 118 રન હતો. આ સમય સુધી દાસુને 12 બોલનો સામનો કરીને માત્ર 6 રન બનાવ્યા હતા. પરંતુ તે પછી દાસુને અજાયબીઓ કરી અને ટીમને યાદગાર જીત અપાવીને જ પેવેલિયન પરત ફર્યો.
સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ શનાકાની ઝડપી ઈનિંગ્સની ચર્ચા થઈ રહી છે. કોઈ માની ન શકે કે કોઈ પણ બેટ્સમેન ક્યારેય ટી-20માં આવી ઈનિંગ રમી શકે છે. શનાકાની ઈનિંગ્સ જોઈને ફરી એકવાર બધાને ખાતરી થઈ ગઈ છે કે “ક્રિકેટ એ અનિશ્ચિતતાઓની રમત છે”.