વરસાદ

ગુજરાત પર વાવાઝોડું નું સંકટ, આ જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી…

હાલ સમગ્ર દેશમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ સતત કેસો વધી રહ્યા છે. ત્યારે એક બાજૂ ગુજરાતમાં કોરોનાનું સંકટ છે તો બીજી બાજૂ રાજ્ય પર હિકા વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થતા વાવાઝોડુ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના સંકટના પગલે કચ્છ તંત્ર એલર્ટ બન્યું છે. ત્યાં ફરી એકવાર ગુજરાતના કાંઠે અરબી સમુદ્રમાં નવું તોફાન સર્જાઇ રહ્યું હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ વાવાઝોડુ 3-4 જૂન વચ્ચે ગુજરાતના દરિયા કાંઠે અથડાઇ શકે છે. જખૌ મત્સ્ય બંદરે તકેદારીના પગલાં લેવાયા છે. દરિયામાં માછીમારી માટે ગયેલી 100 બોટ પરત બોલાવવામાં આવી છે. બે મહિના સુધી માછીમારી પર પ્રતિબંધ મૂકાયો છે.

Loading...

વવાઝોડું ગુજરાતના દરિયા કિનારે 3 જૂનના પહોંચવાની આગાહી છે.વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે અસર થશે.જેને લઈ હવામાન વિભાગે 4 અને 5 જૂનના ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સુરત,ભરૂચ,નર્મદા,વડોદરા,તાપી,છોટા ઉદેપુર,પંચમહાલ,દાહોદ,ખેડા,આનંદ,નવસારી,દમણ ,દાદરા નગર હવેલી,અમદાવાદ, ભાવનગર, અમરેલી,ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.લો પ્રેશર સક્રિય થતા જ હવામાન વિભાગે સરકારને જાણકારી આપી છે.અને તંત્રને એલર્ટ કરવામાં આવ્યા છે.જોકે હાલ તો સિસ્ટમ સક્રિય થઈ છે તેની દિશા ગુજરાતના દરિયા કિનારા તરફની છે.પરંતુ વાવાઝોડુ બન્યા બાદ દિશા બદલતી રહેતી હોય છે.પરંતુ હાલ તો ઉત્તર દિશા તરફ આગળ વધવાનું છે.

જો કે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી તે અનુસાર ગુજરાતમાં વાવાઝોડુ આવે તેની શક્યતા નહીવત્ત છે. હવામાન વિભાગે આ વાતાવરણને ચોમાસા માટે ખુબ જ સાનુકુળ ગણાવ્યું છે. હવામાને વિભાગના અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય જરૂર થશે અને તે ડિપ ડિપ્રેશનમાં પણ ફેરવાશે પરંતુ તેના કારણે ચોમાસાને ખુબ ફાયદો થશે. દરિયા કિનારાના વિસ્તારોમાં સમુદ્ર સામાન્ય તોફાની થઇ શકે છે પરંતુ વાવાઝોડાની કોઇ જ શક્યતા નથી. ચોમાસુ ગુજરાતમાં યોગ્ય સમયે અને ખુબ જ સારી રીતે બેસવાનો સંકેત છે.

દક્ષિણ પૂર્વ અને આસપાસના પૂર્વીય ક્ષેત્ર અરબ સાગર અને લક્ષદ્વીપમાં ઓછું દબાણ સર્જાયું છે. આગામી 24 કલાક દરમિયાન આ દબાણ વાવાઝોડાનું સ્વરૂપ લેશે, અને તે ભારે ચક્રવાતમાં પરિણમશે. ત્યારે 2 જૂન સવારથી આ વાવાઝોડું ઉત્તર તરફ વળે તેવી શક્યતા છે. જેને કારણે 3 જૂનથી ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે. પહેલા આ ચક્રવાત ઓમાન તરફ જવાનું હતું, પણ હવે ફંટાઈને ગુજરાત તરફ વળ્યું છે.

દક્ષિણ પૂર્વ નજીક પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય બન્યું છે. જે આવતીકાલે 1 જૂનના લો પ્રેશર ડિપેશનમાં પરિવર્તિત થશે. 2 જૂનના ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈ આગળ વધશે. 3 જૂનના ગુજરાતના અને મહારાષ્ટ્રના દરિયા કિનારે પહોંચશે તેવી હવામાન વિભાગની આગાહી છે. ત્યારે આ લો પ્રેશર 3 જૂનના વવાઝોડું બની ગુજરાતના દરિયા કિનારે પહોચશે. જેના બાદ 4 અને 5 જૂનના ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *