viral video

સની લિયોન રાત્રે મોંઢા ને ઢાકીને રીક્ષા માં ફરતી જોવા મળી,જ્યારે ડ્રાઇવર ને ખબર પડી ત્યારે આવી હતી પ્રતિક્રિયા…

અભિનેત્રી સની લિયોની પાસે એક કરતા વધારે ગાડીઓ છે. સની લિયોન પણ તે સેલેબ્રેટીઝમાંની એક છે જે ઘણી વાર પોતાની કાર છોડીને ઓટો રિક્ષા પકડે છે. તાજેતરમાં જ સની લિયોનને મુંબઈની શેરીઓમાં ઓટો રિક્ષામાં જોવા મળી હતી.સની લિયોને તેના ચહેરાને સ્કાર્ફથી સંપૂર્ણ રીતે ઢાંકી દીધો હતો, પરંતુ પાપાર્ત્સીના કેમેરાથી કોઈ પણ સેલિબ્રિટી ક્યાંથી ચૂકી શકે. મોડી રાત્રે ઓટો સવારીની મજા માણતી વખતે સની લિયોન પણ પાપરાત્સીના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

Loading...

સની લિયોનના કેટલાક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. સની લુક એકદમ શાનદાર હતો.તેણે વ્હાઇટ ટોપ અને પીસ્તા કલરની જાકીટ સાથે ચેક ટ્રાઉઝર પહેર્યું હતું. આમાં જોવા જેવી સૌથી રસપ્રદ બાબત એ છે કે, ઓટો રિક્ષાચાલકની પ્રતિક્રિયા.

ઓટો ચાલકની પ્રતિક્રિયા જોઈને એવું લાગ્યું કે જાણે તેને ખબર ન હોય કે સની લિયોન તેની રિક્ષામાં બેઠી છે. જ્યારે તેને આ વાતની ખબર પડી, ત્યારે તે સની લિયોનને પાછળ ફરીને જોવાની કોશિશ કરતો જોવા મળ્યો હતો. ડ્રાઈવરની આ પ્રતિક્રિયા જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ઘણી મજેદાર ટિપ્પણીઓ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે- આંચકાને કારણે રિક્ષા ચાલક આજે સુઇ શકશે નહીં. બીજાએ લખ્યું – હવે ઓટો ચાલક તેના મિત્રોને કહેશે, શું તમે જાણો છો કે આજે મેં કોને પિકઅપ કરી છે. આવી જ રીતે એક યુઝરે કહ્યું કે રિક્ષાવાળાને તે જાણ પણ નથી હોતી કે તેની રિક્ષામાં સની લિયોન છે.

આ પહેલીવાર નથી જ્યારે સની લિયોને ઓટો રિક્ષા સવારી કરી હોય. આ પહેલા પણ તે ઘણી વખત ઓટોમાં જોવા મળી છે. લોકડાઉન દરમિયાન, સની લિયોન એક ખાનગી જેટમાં અમેરિકા ગઇ હતી અને એક મહિના પહેલા જ પાછી ફરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *