સુરત

સુરત મહાનગરપાલિકા એ 500 કરોડમાં પ્લોટ વેચવા કાઢ્યા તો આપ દ્વારા વિરોધ,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 67 લાખ અને 51 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 7 લાખ અને 87 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે સુરત શહેરમાં સતત કોરોના ના કેસો વધી રહ્યા છે.ત્યારે સુરત મહાનગરપાલિકા એ વેસુના ત્રણ, પાલમાં એક અને મોટા વરાછામાં એક એમ મળી કુલ પાંચ પ્લોટ વેચવા કાઢ્યા છે. જોકે આ પ્લોટની હરાજી હજુ જૂનમાં છે.

Loading...

ત્યાર પહેલા આ મુદ્દે રાજકીય વિવાદ ઉભો થયો છે. આપે તેના વિરોધમાં શહેરમાં ઠેક-ઠેકાણે બેનરો લગાવ્યા હતા. આપના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ આક્ષેપ કર્યો હતો કે પ્રજાની માલિકીના આ 5 પ્લોટ છે. મોટા વરાછાના પ્લોટનો બજારભાવ એક લાખથી વધુ છે પણ મળતિયા બિલ્ડરને લાભ કરાવવા આ પ્લોટનો ભાવ પ્રતિ ચોરસ મીટર 49,400 નક્કી કરવામાં આવ્યો છે.

વિરોધપક્ષન નેતાએ જણાવ્યું હતું કે, જનતાએ પોતાના ભાગનો ટેક્સ હમેંશા સમયસર ભર્યો છે. એના ફળસ્વરૂપ એક સમય એવો પણ હતો કે સુરત મહાનગરપાલિકાના જકાતના અબજો રુપિયા ડીપોસીટ રૂપે જમા રહેતા હતા પરંતુ આજે એ જ ભારતીય જનતા પાર્ટીના સત્તારૂઢો દ્વારા પાલિકાને ખાનગી પેઢીની જેમ ચલાવી હવે હાલત એટલી હદે ખરાબ કરી દીધી છે કે પાલિકાની તિજોરી તળિયાઝાટક કરી દીધી છે. આવા સમયે અણસૂઝ ધરાવતી ભારતીય જનતા પાર્ટીની ચુંટાયેલી પાંખ સુરત શહેરની જનતાની માલિકીના રીઝર્વેશનના પ્લોટો વેચીને રુપિયા ભેગા કરવા માંગે છે.,પણ હકીકત એ છે કે, આ રીતે મિલકતો વેચવાથી ક્યારેય સમસ્યા કાયમી સમાધાન ન થઈ શકે.

પ્રજાની માલિકીના આ પ્લોટ વેચવા નહીં દઇએ. બિલ્ડરોને પણ પ્લોટ નહીં ખરીદવા અપીલ કરીએ છીએ અને જો ખરીદશે તો તેમના કોઇપણ પ્રોજેક્ટ આ જગ્યામાં પૂરા નહીં કરવા દઇએ તેવી ચિમકી આપે ઉચ્ચારી છે. ભાજપ કોર્પોરેટર દિનેશ પુરોહિતે જવાબમાં કહ્યું હતું કે દિલ્હીમાં 2017માં આપે એક હજાર પ્લોટ વેચી દીધા હતા. એક પ્લોટ 400 કરોડમાં વેચ્યો હતો. અમે એક ઇંચ જગ્યા વેચી નથી.

વર્ષ-2006મા સુરત મહાનગરપાલિકાની મહામુલી જકાતની આવક બંધ કરાવવામાં આવી ત્યારે છેલ્લી આવક 600 કરોડ હતી. રાજ્ય સરકારે એની અવેજમા આપણને એ રકમ વધતા ગ્રોથ પ્રમાણે આપવાની બાહેંધરી આપવામાં આવેલ હતી એ આજે ૧૫ વર્ષે વધીને ફક્ત 700 કરોડ આસપાસ જ આપવામા આવે છે. પરંતુ હકીકતમાં એ જકાતના ગ્રોથ પ્રમાણે આજે સુરત મહાનગરપાલિકાને કમસેકમ 1800 કરોડ કરતા વધારે મળવાપાત્ર છે જે ન આપીને રાજ્ય સરકાર શહેરની જનતાને ઘોર અન્યાય કરી રહેલ છે જેનુ નુકશાન આજે આપણી પાલિકાએ અને પ્રજાને ભોગવવુ પડે છે.

આ પ્લોટ ખરીદનારા લોકોને પણ વિનંતી સાથે ચેતવણી આપીએ છીએ કે આ પ્લોટ સુરતની દેશપ્રેમી જનતાના છે. એ પ્લોટો આપ ખરીદીને શહેરની જનતાને મળવાપાત્ર સુવિધાથી વંચિત કરતા હોય તે ખરીદનારા ક્યારેય સુખી થયી શકસો નહીં. આ સત્તા તો આજે કોઈની પાસે છે, આવતીકાલે કોઈ અન્ય પાસે હશે તેમ ગર્ભિત ચીમકી વિરોધપક્ષ દ્વાર ઉચ્ચારવામાં આવી હતી.જનતાની માલિકીના પ્લોટો વેચવા માંગે છે તો એમને જઈને તમારે પૂછવુ જોઈએ કે શા માટે અમારા પ્લોટો વેચી રહ્યા છો ? શું તમને એટલા માટે મત આપીને ચુંટ્યા છે કે તમારા અહિતના આવા અણઘડ નિર્ણયો એ લે. આજે જ્યારે આખો દેશ કોરોનાના કપરા કાળમાથી પસાર થઈ રહ્યો છે તો એવા સમયે પણ આ સત્તાધીશો પોતાની મેળાપીપણા ની રમત રમ્યા કરે છે.

ઉલ્લેખનીય છે કે,સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 138809 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2040 થયો છે. ગત રોજ કુલ 631 લોકો કોરોના મુક્ત બનતા સાજા થનારાઓની કુલ સંખ્યા 1,31,640 પર પહોંચી ગઈ છે.સુરત શહેર જિલ્લામાં કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ગત રોજ શહેર જિલ્લામાં 267 કેસ નોંધાયા હતા. પોઝિટિવ કેસમાં ઘટાડાની સામે રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેથી એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ શહેર જિલ્લામાં કુલ 5129 એક્ટિવ કેસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *