ગુજરાત સુરત

સુરત વિરોધપક્ષના નેતા ધર્મેશ ભંડેરી એ તેમના સાથી નગર સેવકો સાથે ઉપવાસના છઠ્ઠા દિવસે પારણાં કર્યા,જુઓ

આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે તાલુકા પંચાયત અને નગરપાલિકા તેમજ જીલ્લા પંચાયત માં જોરદાર પ્રદર્શન કર્યું છે.તો આપ પાર્ટીએ ગુજરાત આગામી વિધાનસભા ચુંટણીઓ ની તૈયારી ઓ પણ શરૂ કરી દીધી છે.ત્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં સુરતમાં 27 બેઠકો લાવી ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે ઉભરી આવી છે.ત્યારે સુરત મહાનગર પાલિકાના બંધ બારણે ચાલતા ભ્રસ્ટ વહીવટના વિરોધમાં ઉપવાસ પર ઉતરેલા આમ આદમી પાર્ટીના વિરોધપક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી અને તેમના સાથી નગર સેવકો સાથે ઉપવાસના છઠ્ઠા દિવસે પારણાં કર્યા હતા.

Loading...

તેઓએ પાર્ટીના સંસ્થાપક, આદરણીય વડીલ પ્રો.કિશોરભાઇ દેસાઇ ઉપરાંત શહેરના પ્રતિષ્ઠિત અગ્રણીઓ તેમજ શહેરની જુદી જુદી સોસાયટીના પ્રમુખોની સમજાવટથી એમના ઉપવાસ છોડ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, પાણીબીલ માફ કરવા,સુરત ટેક્સટાઇલ્સ માર્કેટની લીઝ બાબતનો નવો ઠરાવ રદ્દ કરાવવા તેમજ જનપ્રતિનિઓ ઉપર પોલીસ તેમજ પાલીકાના માર્શલો દ્વારા થયેલા હુમલો કરનાર અઘિકારીઓ વિરુઘ્ઘ કડક પગલા ભરવાની માંગણીઓ સાથે વિરોધ કર્યો હતો.

તેમણે આ પારણાં દલિત સમાજની દિકરી વર્ષા રામદાસ તડવી અને અસ્મિતા રમેશભાઇ તડવીના હસ્તે વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી અને સાથી જન પ્રતિનિઘીઓએ પારણાં કર્યા છે. સૌનું માનવું છે કે મહાનગરપાલિકાના વહીવટમાં એક બે મુદ્દાનો ભ્રષ્ટાચાર નથી. સમગ્ર વહીવટ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યો છે.

આ ભ્રષ્ટાચાર દૂરકરવા આપના નગર સેવકોએ અને શહેરના નાગરિકોએ લાંબી લડત આપવી પડશે એ માટે ઉપવાસ સિવાયના જલદ ઉપાયો અજમાવવાની તૈયારી કરવાની છે. ઉપવાસમાં અસંખ્ય શહેરીજનોના ગુજરાતભરમાંથી સાથ સહકાર, સમર્થન મળ્યા છે. સૌનો દિલથી આભાર માન્યો હતો.

ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, અમારું આંદોલન આ ત્રણે મુદ્દાઓને લઈને જરૂર રહેશે. હાલ કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમે છેલ્લા છ દિવસથી ઉપવાસ પર બેઠા હતા. ત્યારે અનેક લોકો અમને મળવા આવતા હતા અને તેના કારણે થોડો ડર એ પણ હતો કે કોરોના સંક્રમણ અમારામાંથી જો કોઈને થાય તો વધુ લોકો સંક્રમિત થઈ શકે છે. જેથી મહામારીને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય લીધો છે આજે ભલે પારણા કરી લીધા છે. પરંતુ સુરતની પ્રજાના હિતમાં અમે આ મહત્વના મુદ્દા તેમ જ આવનાર દિવસોમાં સુરત શહેરના હિતમાં સતત આ પ્રકારના કાર્યક્રમો આપતા રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *