સુરત

સુરતમાં વિરોધ પક્ષના નેતા આવ્યા જનતાના વ્હારે અધધ 200 વેન્ટિલેટર ની માંગણી કરી,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 1 કરોડ અને 43 લાખ અને 82 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 3 લાખ અને 84 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે સુરત શહેર માં પણ કોરોના ના કેસો સતત વધી રહ્યા છે.ત્યારે સુરત શહેરમાં કોરોના સંક્રમણ અંકુશમાં લાવવા માટે વહીવટીતંત્ર સદંતર નિષ્ફળ ગયું છે.દર્દીઓને યોગ્ય મેડિકલ સારવાર આપવામાં આવી નથી.

Loading...

આ આક્ષેપ સુરત કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ કર્યો છે. શહેરની વ્યવસ્થા ખાડે ગઇ હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ આરોગ્ય સચિવને પત્ર લખીને મેડિકલ સુવિધાઓ વધારવા માગ કરી છે. 200 વેન્ટિલેટર ફાળવવા રજૂઆત કરવાની સાથે સાથે જીવનરક્ષ દવાઓ ન હોવાની પણ માહિતી આપવામાં આવી છે.

ત્યારે સુરત SMC ના આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિને પત્ર લખી શહેરની ગંભીર સ્થિતિમાં યુદ્ધના ધોરણે મદદ પહોંચાડવા રજૂઆત કરી છે. પત્રમાં તેમણે સુરત શહેરની અને હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી 200 વેન્ટિલેટર ફાળવવામાં આવે તેવી માંગણી કરી છે. સુરત શહેરમાં વધતા તંત્રનો ઉદાસીન વલણ દેખાય છે. વેન્ટિલેટર અને જીવનરક્ષક ઇન્જેક્શનો પૂરતા પ્રમાણમાં ન હોવાને કારણે લોકો પોતાનો જીવ ગૂમાવી રહ્યાનું પણ લખ્યું છે.

ત્યારે સુરત શહેરમાં મહામારીની આપાતકાલીન સ્થિતિ સર્જાઈ છે. પરંતુ પૂરતી મેડિકલ સુવિધા ન હોવાને કારણે લોકોના જીવ બચાવી શકવા મુશ્કેલ જણાય રહ્યા છે. સરકારની ઉદાસીનતા નીતિના કારણે સુરત શહેર અને રાજ્યભરમાં કોરોના સંક્રમિત દર્દીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે. જેને રોકવા માટે યુદ્ધના ધોરણે મેડિકલ સેવા માટે વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે. નહીં તો સુરત શહેરમાં સતત વધારો થતો જશે અને સાથો સાથ મૃત્યુ દર પણ વધતો રહેશે. કોરોના સંક્રમણની પહેલી લહેર અને બીજી લહેર વચ્ચે એક વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં સરકાર વેન્ટિલેટરની વ્યવસ્થા અને જીવનરક્ષક ઇન્જેક્શનોની વ્યવસ્થા કરવામાં પણ નિષ્ફળ થઈ હોવાના આક્ષેપ પણ પાલિકાના વિપક્ષના નેતાએ લગાવ્યા છે.

સુરત મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 83,296 પર પહોંચી ગઈ છે.કુલ મોતની સંખ્યા 1404 થઈ ગઈ છે.અત્યાર સુધીમાં કુલ 71987 લોકો કોરોનાને હરાવી સાજા થઈ ચૂક્યા છે.હાલ શહેર જિલ્લામાં કુલ 9907 એક્ટિવ કેસ છે.જેમની સારવાર સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર સહિત ખાનગી હોસ્પિટલમાં તથા આઈસોલેશન સેન્ટરમાં કરવામાં આવી રહી છે.

જુઓ અહીંયા ક્લિક કરીને વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *