ગુજરાત

ગુજરાતમાં કોરોના ના લીધે વધુ એક પોલીસકર્મીનું મોત, ASI સુરતમાં ફરજ પર હતા…

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે. આજે કોરોના નો આંકડો દેશમાં 3 લાખ 20 હજાર એ પહોંચ્યો છે. ત્યારે ભારત વિશ્વમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 23 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે આજે સુરત માં એક પોલીસકર્મીનું કોરોના વાયરસ ના લીધે મોત થયું છે. જેના કારણે સુરત પોલીસ માં પણ ડર નો માહોલ બન્યો છે.

Loading...

મળતી માહિતી પ્રમાણે, સુરત માં આજે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI મગનભાઈ રણછોડભાઈ બારીયાનું મોત થયું છે. સુરતમાં પોલીસ જવાનનું કોરોનાથી મોતની આ પહેલી ઘટના છે.સુરત પોલીસે વિધિવત સલામી આપીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.આ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક શતક પાર કરી 104 થઈ ગયો છે. ગત રોજ શહેરમાં 87 અને જિલ્લામાં 6 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 1839 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

સુરતમાં આજે નવા નોંધાયેલા કેસમાં ફરી એક વખત ફ્રન્ટલાઈન વોરિયર એવા તબીબ, નર્સ સહિતના હેલ્થ કર્મચારીઓ ઝપટમાં આવ્યા છે. શનિવારે નોંધાયેલા પોઝિટિવ કેસોમાં સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર, સ્મીમેર હોસ્પિટલની નર્સ, અર્બન હેલ્થ સેન્ટરના આયુર્વેદિક મેડિકલ ઓફિસર, પ્રાઈવેટ ડોક્ટર અને બેન્ક કર્મચારીઓનો સમાવેશ થયો છે. તેવી જ રીતે શનિવારે વધુ 8 ડાયમંડ વર્કર, હીરાના કારખાનાના મેનેજર તેમજ હીરા વેપારીનો પણ સમાવેશ થયો છે.

જુઓ વીડિયો:-

ઉલ્લેખનીય છે કે,ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના ની સંખ્યા ગઈકાલ સાંજે સુધીમાં 23 હજાર ને પાર પહોંચ્યો છે.ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 517 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 33 વ્યક્તિઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અને છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 390 દર્દીઓ સ્વસ્થ થયા હતા. આમ રાજ્યમાં કોરોનાનો કુલ આંક 23079 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1449 અને ડિસ્ચાર્જ થયેલ દર્દીઓનો કુલ આંક 15891 પર પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *