ગુજરાત સુરત

સુરતના કોસંબા પાસે બાઈક સ્લીપ થઈ જતા સામેથી આવતી ઈકો કાર હવામાં ઉછળી અને પછી..,જુઓ વીડિયો

સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રાજ્યમાં આવેલ સુરત નજીક આવેલા કોસંબા પાસે બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગત 11મી માર્ચના રોજ કોસંબા નજીક સર્જાયેલા અકસ્માતમાં બાઇક સ્લીપ થતાં સામેથી આવતી કાર હવામાં ફંગોળાઈ પલટી ગઈ હતી. ઇકો કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર લોકોને તથા બાઇક પર જતા વ્યક્તિને ઈજા પહોંચી હતી. એક્સિડન્ટ બાદ સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

Loading...

મળતી માહિતી પ્રમાણે,કોસંબા નજીક નેશનલ હાઇવે નંબર 8 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 11મી માર્ચના રોજ સર્જાયેલા એક્સિડન્ટમાં બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને સ્લીપ થયેલી બાઈક ઇકો સાથે અથડાઈ હતી. જેથી ઇકો કાર પલટી ગઈ હતી તેથી કારમાં સવાર અને બાઈક પર જતા વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે આસપાસમાંથી પસાર થતા લોકોએ રેસ્ક્યુ કાર્ય કર્યું હતું.

સમગ્ર એક્સિડન્ટના વીડિયો સીસીટીવી સ્વરૂપે સામે આવ્યા હતા. જેમાં રોડ પર જતો બાઇકચાલક સામે પહોંચતા જ સ્લીપ થાય છે. જેથી તેના ટાયર ઉપરથી પસાર થતી વખતે પલટી મારી જાય છે. બાઈક પરથી કાર સીધી જ હવામાં ફંગોળાતા બાઈક ચાલકનો બચાવ થાય છે.

જુઓ અહીંયા ક્લિક કરીને વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *