ગુજરાત સુરત

સુરતમાં દારૂ પીને ત્રાસ આપતા પતિને તેની પત્નીએ એવો પાઠ ભણાવ્યો કે…,જુઓ લાઇવ CCTV વીડિયો

ગુજરાત રાજ્યમાં અનેક ઘટનાઓ એવી સામે આવી રહી છે.જે બધા લોકોને હચમચાવી નાખે છે.ત્યારે એક એવી જ ઘટના સુરત થી સામે આવી છે.મળતી માહિતી મુજબ,સુરતના પલસાણામાં પત્નિ અને તેના ભાઈ ક્રૂરતાની હદ વટાવ્યાની ઘટના સામે આવી છે. જેમાં દારૂના નશામાં મારઝૂડ કરતા પતિને ટેમ્પો સાથે બાંધી પત્ની અને તેના ભાઈએ 2 હજાર ફૂટ સુધી ઢસડ્યો હતો. દારૂ પીને ત્રાસ આપતા પતિને પત્નીએ પાઠ ભણાવ્યો હતો. પરંતુ તેમાં પત્નીએ ક્રુરતાની હદ વટાવી દીધી હતી. કંટાળી ગયેલી પત્નીએ ભાઈ સાથે મળીને પતિને માર માર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

Loading...

આ ઘટના કડોદરાના કૃષ્ણાનગરની સત્યમ શિવમ સોસાયટીની છે. જ્યાં મૂળ મહારાષ્ટ્રના બાલાકૃષ્ણ રમેશભાઈ રાઠોડ રહે છે. તેઓ સુરતની એક મિલમાં કામ કરે છે. બાલાકૃષ્ણ રાઠોડ દારૂના નશામાં પત્ની શીતલ સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. શુક્રવારે પણ બાલકૃષ્ણએ પત્ની અને સાસુ સાથે ઝગડો કર્યો હતો. જેથી પત્ની શીતલે દુર્ગાનગરમાં રહેતા તેના ભાઈ અનિલને બોલાવ્યો હતો. જેથી અનિલ અને શીતલે બાલકૃષ્ણને માર માર્યો હતો. એટલું જ નહિ, પણ બાલકૃષ્ણને ટેમ્પો પાછળ દોરડાથી બાંધી 2 હજાર ફૂટ સુધી રોડ ઉપર ઢસેડ્યો હતો.

પત્ની અને તેના ભાઈએ ભેગાં મળીને બાલકૃષ્ણને ઢોર માર માર્યો હતો. અને આટલેથી ન અટકતાં તેને ટેમ્પો સાથે બાંધી દીધો હતો. અને બાદમાં તેને બે હજાર ફૂટ સુધી ઢસડ્યો હતો. સરેઆમ રસ્તા પર આવાં દ્રશ્યો જોઈને લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. અને યુવકને બચાવવા માટે ભાગદોડ કરી હતી. ટેમ્પા પાછળ ઘસડાવવાને કારણે બાલકૃષ્ણ બેભાન થઈ ગયો હતો. અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે આરોપી પત્ની અને તેના ભાઈની ધરપકડ કરી છે.

ઘટના જોઈ સ્થાનિકો રોડ ઉપર દોડી આવ્યા હતા અને ટેમ્પો અટકાવીને બાલકૃષ્ણને છોડાવ્યો હતો. તેની હાલત ગંભીર હોવાથી બેભાન અવસ્થામાં સારવાર માટે સુરત સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ, કડોદરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

જુઓ અહીંયા ક્લિક કરીને વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *