સુરતની સિવિલ હોસ્પિટલમાં દુષ્કર્મની ઘટના,યુવકે મહિલાને આવું કહી કર્યું દુષ્કર્મ,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 16 લાખ 59 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 23 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે. જે દરેક ને વિચલિત કરી દે છે.

Loading...

ત્યારે આવી જ એક ઘટના સુરત શહેરમાં સામે આવી છે.સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં એચઆઈવી અને ટીબીની સારવાર માટે દાખલ દર્દીની પત્નીનો મોબાઈલ ચોરી થતા નવો મોબાઈલ અને પૈસાની લાલચ આપી ચોથા વર્ગના કર્મચારીએ દુષ્કર્મ આચર્યુ હોવાની ગંભીર ઘટના સામે આવી છે. સિવિલમાં એચઆઈવી અને ટીબીની સારવાર માટે દાખલ દર્દીની પત્ની આરતી(25)(નામ બદલ્યું છે)નો ફોન ચોરાતા વોર્ડમાં કામ કરતા સર્વન્ટે ફોન અને રોકડા રૂ.2 હજાર આપવાની લાલચ આપી દુષ્કર્મ કર્યું હતું.

મળતી માહિતી મુજબ,દુષ્કર્મ આચર્યા બાદ સર્વન્ટે બીજા દિવસે રૂપિયા આપવાનું કહ્યું પણ બીજા દિવસથી સર્વન્ટ દેખાતો બંધ થતા મહિલા મુકાદમ ઓફિસમાં ફરિયાદ કરવા પહોંચી તો તેને કાઢી મુકી પોલીસ મથકનો દરવાજો દેખાડ્યો હતો. આખરે હતાશ મહિલા ફરીયાદ કરવા સિવિલની પોલીસ ચોકીમાં ગઈ તો ત્યાં હાજર કર્મીએ પોલીસ મથકનો રસ્તો બતાવ્યો હતો પરંતુ ભાડાના પૈસા ન હોવાનું મહિલાએ જણાવતા પોલીસ કર્મીએ રિક્ષા બોલાવી મહિલાને ખટોદરા પોલીસ મથકે મોકલી હતી. જયાં દુષ્કર્મ અંગે હજુ ફરિયાદ નોંધાઈ નથી.

પીડિતા આરતી(નામ બદલ્યું છે)એ જણાવ્યું કે, 5 વર્ષ પહેલા મારા લગ્ન થયા હતા અને 4 વર્ષથી પતિને એચઆઈવી અને ટીબી છે. એક સપ્તાહથી પતિ સિવિલમાં દાખલ છે. થોડા દિવસ પહેલા મારો ફોન ચોરાયો હતો. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલનો એક કર્મચારી 8 દિવસથી મારો પીછો કરતો હતો. શુક્રવારે રાત્રે કર્મચારીએ મોબાઈલ અને રોકડ આપવાની લાલચ આપી મને ત્રીજા માળે લઈ જઈ દાદરની નીચે શરીરસુખ માણ્યું હતું.

ત્યાર બાદ શનિવારે રૂપિયા આપવાને બદલે ચાલ્યો ગયો. મુકાદમ ઓફિસમાં ફરિયાદ કરવા ગઈ તો પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા જણાવી કોઈ મદદ કરી નથી.રવિવારે સવારે પોલીસ મથકમાંથી પરત આવ્યા બાદ મહિલા પતિને લઈ હોસ્પિટલમાંથી રવાના થઈ ગઈ હતી. જેથી તેને રજા આપી દેવામાં આવી કે પછી તે પોતે જ રજા લઈ રવાના થઈ ગઈ તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *