ગુજરાત સુરત

સુરતમાં ફરી એકવાર દેહવેપારનું રેકેટ ઝડપાયું,4 યુવતીઓ સહિત 7 ઝડપાયા,જુઓ

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 33 લાખ 60 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 25 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.આવી જ એક ઘટના સુરત શહેરમાં સામે આવી છે.

Loading...

મળતી માહિતી મુજબ,સુરતમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગેસ્ટ હાઉસમા ચાલતા કુટણખાનામા પર AHTU ટીમ અને ક્રાઈમ બ્રાંચ ટીમે રેડ પાડી 4 મહિલા, ગ્રાહકો અને સંચાલક સહિત કુલ 7ને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રૂપિયા સહિત 49 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે, હ્યુમન ટ્રાફિંગના ગુનાઓ શોધી કાઢવા તથા તે ગુનાના ભોગ બનનારને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા AHTU/મીસીંગ સેલના પી. આઇ. જી. એ. પટેલ તથા તેમની ટીમને સુચના આપવામાં આવી હતી.તે દરમિયાન મહિધરપુરા સુરત રેલવે સ્ટેશન ગૂડઝ યાર્ડ નજીક લંબેહનુમાન ગરનાળા તરફના સબરસ હોટલ પાસે આવેલા આદર્શ ગેસ્ટ હાઉસમા દેહનો વેપાર ચાલતો હોવાની શંકાને કારણે તપાસ કરતા મહિલાઓ સહિત ગ્રાહકો મળી આવ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, રેડ કરતા માલિક સંજયભાઇ જમીયતરામ તમાકુવાલા ની પોલીસે અટકાયત કરી હતી. દલાલો પાસેથી 4 મહિલાઓને દેહવેપાર માટે હોટલમાં બોલાવી રાખી ગ્રાહકોને શરીર સુખ માણવા માટેની સવલતો પુરી પાડવામાં આવતી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.

ગેસ્ટ હાઉસમાં કૂટણખાનું ચલાવી દલાલોના માધ્યમથી ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 10450 અને મોબાઇલ કિંમત રૂપિયા 32500ની મત્તા સાથે મળી કુલ્લે કિંમત રૂપિયા 42950ના મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ચારેય મહિલાઓને મુક્ત કરી આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *