સુરત

ખાડીમાં સુરત મેયર નો અને ડે મેયર નો ફોટો લગાવી આપ નો અનોખો વિરોધ,જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 87 લાખ અને 14 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 11 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાતમાં હવે ચોમાસા નું વિધિવત રીતે આગમન થવા જઇ રહ્યું છે.ગુજરાતમાં પ્રી-મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સુરત શહેરમાં પણ વરસાદ ને લઈને કામગીરી કરવામાં આવી રહી છે.

Loading...

ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સતત છેલ્લા ત્રણ દિવસથી ખાડી સાફ કરવામાં આવી રહી છે. આજે તેનો ચોથો દિવસ શરૂ થઈ ગયો છે. કોર્પોરેશનના સત્તાધીશોના પાપે ખાડીની આવી દયનિય સ્થિતિ છે. જેનો શ્રેય પણ શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સમિતિના અધ્યક્ષ અને શાસક પક્ષના નેતાને આપવો જરૂરી છે. જેથી આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કરતા ત્રણેયના ફોટા ખાડી પાસે લગાવી દીધા છે.

આજે આપ દ્વારા ખાડી સાફ કરવાનો આજે ચોથો દિવસ છે. જેમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો-નેતાઓ તમામ કામે લાગ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ખાડી સાફ કરવા માટે મશીનરી માગવામાં આવી રહી છે તેમજ કોર્પોરેશનનો જે સ્ટાફ કામ કરતો હોય છે.તે સ્ટાફના કેટલાક માણસોની પણ માંગ કરવામાં આવી છે. પરંતુ શાસક પક્ષ દ્વારા તેમને કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવી ન હોવાની વાત આમ આદમી પાર્ટીના નેતા કરી રહ્યા છે.

ખાડીના કારણે અનેક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. કારણકે દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ આ વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ચોમાસુ હવે શરૂ થવાને થોડો સમય બાકી છે જરા પણ વરસાદનું પ્રમાણ વધે છે ત્યારે થાળીમાં પુરાવા ની સ્થિતિ સર્જાય છે અને તેવા સમયે રહેણાંક વિસ્તારોમાં ખાડીનું દૂષિત પાણી પ્રવેશી જવાથી અનેક વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને એવી સ્થિતિ ઊભી થાય તે માટે કોર્પોરેશન દ્વારા પહેલાથી જ કામગીરી શરૂ કરી દેવી જોઈએ, પરંતુ અત્યારે પણ ખાડી ખૂબ જ વિષમ પરિસ્થિતિમાં છે. છતાં સત્તાધીશોના ઉદાસીન વલણના કારણે આમ આદમી પાર્ટી લોકોના પક્ષી ઉભા રહીને કામ કરતી હોય તેવી છબી ઊભી કરવામાં સફળ થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે,સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 141765 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2085 થયો છે. ગત રોજ શહેરમાંથી 103 અને જિલ્લામાંથી 109 મળી 212 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 137045 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

જુઓ અહીંયા ક્લિક કરીને વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *