વરસાદ સુરત

સુરત માં વરસાદ,વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના અનેક વિસ્તારમાં વરસાદ,જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 87 લાખ અને 14 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 11 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાતમાં હવે ચોમાસા નું વિધિવત રીતે આગમન થવા જઇ રહ્યું છે.ગુજરાતમાં પ્રી-મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના કેટલાય વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે. એવામાં હવે વધુ આગામી 2-3 દિવસ સૌરાષ્ટ્ર તથા મધ્ય તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Loading...

સુરતમાં મોડી રાત્રીથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.સુરતમાં પ્રિ-મોનસુન એક્ટિવિટી શરૂ થતા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વહેલી સવારે વરસાદ વરસતા નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા.

વરસાદના કારણે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. શહેરમાં સૌથી વધુ 18 મીમી વરસાદ લિંબાયત ઝોનમાં નોંધાયો હતો તો સેન્ટ્રલમાં 15મીમી, વરાછા એમાં 11મીમી, વરાછા-બીમાં 9 મીમી ,રાંદેરમાં 4 મીમી, કતારગામમાં 17મીમી, ઉધનામાં 4 મીમી ,લિંબાયતમાં 18 મીમી અને અઠવામાં 8મીમી વરસાદ નોંધાયો હતો.વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને છૂટોછવાયો વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, આણંદ, ડાંગ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, સુરેન્દ્રનગર, જુનાગઢ તથા પોરબંદર જિલ્લાઓમાં રવિવારથી મંગળવાર સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. એવામાં અમદાવાદ શહેરનું તાપમાન આગામી 3 દિવસો સુધી નીચે ગગડીને 38 ડિગ્રી જેટલું રહેવાની સંભાવના છે. જ્યારે ગઈકાલે શહેરનું સરેરાશ મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી જેટલું નોંધાયું હતું.

જુઓ વીડિયો:-

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *