ગુજરાત સુરત

સુરતમાં એક યુવકે બ્રિજ પરથી તાપીમાં છલાંગ લગાવી,જુઓ લાઇવ વીડિયો

ગુજરાતમાં ઘણા આપઘાત ના કેસો દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે તેમાં પણ સુરત શહેરમાં ઘણા આપઘાત ના કેસો સામે આવી રહ્યા છે.ત્યારે આવી જ એક ઘટના આજે સામે આવી છે.સુરત શહેરને અડીને આવેલા આવેલી તાપી નદી પરના બ્રિજ જાણે કે, સુસાઇડ પોઇન્ટ બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.તાપીની નદીના જુદા જુદા બ્રિજ પરથી છાશવારે જિંદગીથી હારેલા લોકો આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા હોય છે. જોકે, આ આપઘાતની અનેક ઘટનાઓ જાગૃત વાહનચાલકોના કારણે અટકાવી શકતા હોય છે.

Loading...

પરંતુ કેટલીક ઘટનામાં નજેર જોવા છતાં હતપ્રભોને બચાવી શકાતા નથી.દરમિયાનમાં આપઘાતની આવી જ એક ઘટના લાઇવ વીડિયોમાં કેદ થઈ છે.જેના આધારે હાલ મૃતદેહની તપાસને લઈને સવાલો ઉભા થયા છે. ફાયર ઓફિસર પ્રવિણ પટેલે કહ્યું કે, છેલ્લા બે દિવસમાં અમને આવો કોઈ કોલ મળ્યો નથી છતા તપાસ કરાશે.

મળતી માહિતી મુજબ, સુરતના કામરેજમાં ગઈકાલે એક યુવકનો આપઘાત કરતો વીડિયો સામે આવ્યો હતો.કામરેજમાં તાપી નદી પર આંબોલીમાં આવેલા પૂલ પરથી એક યુવકે બેગ લટકાવેલી હાલતમાં કૂદ્યો હતો. આ યુવકની બેગમાં વજન હતો કે, કપડાં તે તો જાણ થઈ શકી નથી.પરંતુ તેણે પૂલની રેલિંગ ક્રોસ કરી તે સમયે બાજુના પૂલ પરથી પસાર થતા વાહન ચાલકે તેને બૂમો પાડી હતી. દરમિયાનમાં તેના મોબાઇલના વીડિયોમાં આ ઘટના લાઇવ કેદ થઈ હતી.

ગઈકાલે એટલે કે ગુરૂવારે સાંજે 5.00 વાગ્યાના અરસમાં યુવક તાપીમાં કૂદ્યો તે ઘટનાનો વીડિયો જોત જોતામાં વાઇરલ થઈ ગયો હતો. યુવક બ્રિજ પરથી બેગ સાથે છલાંગ લગાવી હોવાની વાત પોલીસ સુધી પહોંચતા પોલીસ અને લાશ્કરો આવી ગયા હતા. જોકે, હજુ સુધી યુવકનો મૃતદેહ ન મળ્યો હોવાની વિગતો સામે આવી છે. પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે,સાથે સાથે આ યુવક કોણ હતો અને તેણે શા માટે આ પગલું ભર્યુ તે રહસ્ય નદીના પાણીમાં ધરબાઈ ગયું છે.યુવકનો મૃતદેહ મળે તેની જાણ થશે ત્યાં સુધી પોલીસ પણ આસપાસના વિસ્તારોમાંથી ઘરેથી ગુમ થયેલા યુવકોની માહિતીના આધારે તપાસ ચલાવી રહી છે. આમ તાપી નદીમાં છલાંગ લગાવીને વધુ એક યુવકે મોતને વ્હાલુ કરી લેતા ચકચાર મચી ગઈ છે.

જુઓ અહીંયા ક્લિક કરીને વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *