રાજ્યના 3 અલગ અલગ જગ્યાએ દલિત સમાજે સત શ્રી સ્વામી વિરુદ્ધ એટ્રોસીટીનો ગુનો નોંધવાની માંગણી…

સુરત સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિશ્વ વલ્લભ સ્વામી ઉર્ફે સતશ્રી સ્વામી તથા ગુણાતીનંદન સ્વામી ઉર્ફે ગોપાલ સ્વામીના વહેતા થયેલા વીડિયોમાં તેઓ અનુસૂચિત જાતિ સમાજના લોકોની લાગણી દુભાય તે રીતે અપમાનજનક શબ્દો બોલ્યા હતા. આ અંગે વેજલપુરના રહેવાસીએ વેજલપુરમાં તેમજ જામનગર અને બાલાસિનોરમાં અન્યએ પણ સ્વામી વિરૂદ્ધ એટ્રોસિટીનો ગુનો નોંધવાની માગણી કરી હતી. આ મામલે એસસી સમાજના લોકો પોલીસ કમિશનરે મળવાના છે. ફરિયાદ નહીં નોંધાય તો ડીજીપીને ગાંધીનગર ખાતે તેમની ઓફિસ જઈને રજૂઆત કરશે.

Loading...

સત શ્રીએ વાઈરલ થયેલા વીડિયો અંગે તેમનો સંપર્ક સાધતા તેમનો મોબાઈલ નંબર સ્વિચ ઓફ આવતો હતો. જો કે સોશિયલ મીડિયામાં જાહેર કરેલા સત શ્રીના વીડિયો મુજબ તેઓ આ વીડિયોમાં માફી માંગી રહ્યાં છે. સાથે જ કોઈ એસસી ભાઈઓની લાગણી દુભાઈ હોય તો માફી માંગવાની સાથે જ તેમણે ઊંચનીચના ભેદમાં ન માનતા હોવાનું જણાવી કહ્યું હતું કે, બહુ જૂના વીડિયોને કોઈએ વાઈરલ કર્યો છે. તેમજ પોતે એસસી લોકોના ઘરે પઘરામણી કરતાં હોય અને ભેટતાં હોવાનું પણ કહ્યું હતું.

વેજલપુર વિનસ પાર્ક લેન્ડમાં રહેતા હિતેન્દ્ર પિઠડિયા(39)એ રવિવારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જેમાં આરોપી તરીકે વિશ્વ વલ્લભ સ્વામી ઉર્ફે સતશ્રી સ્વામી તથા ગુણાતી નંદન સ્વામી ઉર્ફે ગોપાલ સ્વામી (રહે.સુરત)ને દર્શાવાયા છે. જેમાં સ્વામી વિરૂદ્ધ એટ્રોસિટી અંગે ગુનો નોંધવાની માગણી કરી છે. અરજીમાં જણાવ્યા અનુસાર, તેમના વોટ્સએપ ગ્રૂપમાં એક વીડિયો આવ્યો હતો, જેમાં આરોપી પોતાના વક્તવ્યમાં અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાય તે રીતે જાહેર મંચ ઉપરથી તેમની જ્ઞાતિ વિશે અપશબ્દો બોલીને સમગ્ર સમાજનું અપમાન કરતા જોવા મળ્યા હતા. તેમજ સ્વામી અલગ અલગ સમાજ અને જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જામનગરમાં સામાજિક કાર્યકર્તા દ્વારા જામનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદની અરજી આપવામાં આવી હતી અને સ્વામીનારાયણના સાધુ સામે ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે અને ત્યારબાદ બાલાસિનોરમાં સમગ્ર અનુસુચિત જાતિ સમુદાય દ્વારા બાલાસિનોર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવાની અરજી કરવામાં આવી છે.

ગોપાલ સ્વામીના વહેતો થયેલ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *