એજાઝ પટેલની સ્પિન સામે ટીમ ઈન્ડિયાની ‘દીવાલ’ થઈ ધ્વસ્ત,ચેતેશ્વર પૂજારા જોતો રહી ગયો,જુઓ વીડિયો

ટીમ ઈન્ડિયાની નવી દીવાલ તરીકે ઓળખાતા ચેતેશ્વર પૂજારાએ પોતાનું ખરાબ ફોર્મ જારી રાખ્યું, તે મુંબઈમાં ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ખાતું પણ ખોલી શક્યો નહોતો. પૂજારાએ 5 બોલનો સામનો કર્યો અને એજાઝ પટેલના હાથે બોલ્ડ થયો.

Loading...

ઇનિંગ્સની 30મી ઓવરના પ્રથમ બોલ પર પટેલે પૂજારા સામે એલબીડબલ્યુની અપીલ કરી હતી, જેને અમ્પાયરે નકારી કાઢી હતી. થોડી જ વારમાં ફુલ બોલ પગ તરફ આવતા પૂજારાએ આગળ વધીને લેગ સાઇડ પર રમવાનો પ્રયાસ કર્યો. પરંતુ પગની નજીક પડતાં બોલ બહાર વળ્યો અને બેટ-પેડ ચૂકી ગયો અને સ્ટમ્પમાં ગયો.

આઉટ થયા બાદ પુજારા પોતે સ્તબ્ધ જોવા મળ્યો હતો. આ ઓવરમાં જ પટેલે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (0)ને પણ પોતાનો શિકાર બનાવ્યો હતો.

કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પૂજારાએ પ્રથમ ઇનિંગમાં 26 અને બીજી ઇનિંગમાં 22 રન બનાવ્યા હતા. જાન્યુઆરી 2019 થી, પૂજારાએ બેટ વડે એક પણ ટેસ્ટ સદી ફટકારી નથી. તે સતત 40 ટેસ્ટ ઇનિંગ્સમાં સદી ફટકારવામાં નિષ્ફળ રહેનાર ભારતનો પ્રથમ નંબર 3 બેટ્સમેન બન્યો છે.

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *