સુરત

જૂની કંપનીના માલિકે કામ પર આવવા અને હાલની કંપનીમાં ના જવા દબાણ કરતા સુરતની CA યુવતીએ જીવન ટૂંકાવ્યું…

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે.ત્યારે રાજ્યમાં કોરોના નો આંકડો 34 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે રાજ્યમાં અનેક ઘટનાઓ સામે આવી છે.જે આપણ ને દુઃખ પહોંચાડે તેવી છે.આવી જ એક ઘટના સુરત શહેર માં સામે આવી છે.સુરતની સરથાણા વિસ્તરમાં રહેલી અને સીએ (CA) તરીકે અગ્રવાલ એન્ડ ધાંધલીયા કંપનીમાંથી નોકરી છોડી દીધી હતી. જેને લઈને સંચાલક દ્વારા આ યુવતીને કંપનીમાં નોકરી પર પછી જોડાવા માટે દબાણ સાથે કેસ કરવાની ધમકી આપતી હતો. જેને લઈને આ યુવતી માનસિક તણાવ અનુભવતી હતી અને આવેશમાં આવીને પંખા સાથે દુપટો બાંધીને આપઘાત કરી લીધો હતો. જોકે આ ઘટના અંગે સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

Loading...

મળતી માહિતી પ્રમાણે,પરિવારની દીકરી સીએનો અભ્યાસ પૂર્ણ કરીને અગ્રવાલ એન્ડ ધાંધલીયા કંપનીમાં છેલ્લા દોઢ વર્ષીથી નોકરી કરતી હતી.જોકે લોકડાઉન બાદ આ યુવતીએ નોકરી છોડી મૂકીને અન્ય કંપનીની ઓફિસમાં નોકરી શરુ કરી હતી.તે દરમિયાન પંછીલા બીજે નોકરીએ જવા લાગી.સંજયે તેને ધમકી આપી હતી કે તેના ત્યાં નોકરી નહીં કરે તો કેસ કરશે. આ વાત તેણે મને કરી હતી. સંજયે પંછીલાને મેઇલ કરીને પણ તેની કંપનીમાં જ નોકરી કરવા દબાણ કર્યું હતું. પંછીલાનો ફોન અન લોક થઈ જશે એટલે તમામ વાત સ્પષ્ટ થઈ જશે. સંજયના વિરુદ્ધ ગુનો દાખલ થવો જ જોઇએ. તેને તો ઓછામાં ઓછી 10 વર્ષની સજા થવી જોઈએ. પંછીલાનો પરિવાર પોતાની રીતે ફોનનું લોક ખોલવા પ્રયાસ કરી રહ્યું છે. બીજી તરફ પોલીસનું કહેવું છે કે, પુરાવાઓ ન મળે ત્યાં સુધી સંજય વિરુદ્ધ ગુનો દાખલ કરી શકાશે નહીં.

સુરતમાં એક યુવતીએ નોકરી છોડી મૂકતા માલિકો દ્વારા નોકરી પરત આવા માટે સતત દબાણ કરતા હોવાના કારણે આપઘાત કરી લેવાની ઘટન સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તરમાં આવેલા સ્વામિનારાયણ નગરી બાજુમાં ધર્મરાજ સોસાયટીમાં રહેતી 26 વર્ષીય પંછીલાબેન ચતુર લુણાગરીયાએ મંગળવારના રોજ પોતાના ઘરમાં પખા સાથે દુપતા વડે ગળે ફાસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જોકે સતત માનસિક તાણ અનુભવતી આ યુવતીએ આવેશમાં આવીને આ પગલું ભારિયાનું પરિવારે પોલીસને જાણકારી આપી હતી. જોકે પોલીસે આ મામલે સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરું કરી છે.

સીએ સંજય અગ્રવાલે કેસ કરવાની ધમકી આપી હોવાના કારણે તણાવમાં રહેતી સીએ પંછીલાએ આત્મહત્યા કર્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. પરંતુ પોલીસે હજી જવાબદાર વિરુદ્ધ કોઈ ગુનો દાખલ કર્યો નથી. પોલીસ પુરાવા મળશે પછી જ આગળની કાર્યવાહી કરાશે એવું કહી રહી છે.પિતા ચતુરભાઈએ જણાવ્યું હતું કે, પંછીલા સંજય અગ્રવાલની કંપનીમાં આશરે બે વર્ષથી નોકરી કરતી હતી. લોકડાઉન પહેલા દોઢેક મહિનાથી કંપનીએ પગાર પણ આપ્યો નહતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *