ગુજરાત

વ્‍યાજખોરો, ભુમાફિયાઓ, બુટલેગરોને જેલભેગા કરનાર ગુજરાત પોલીસનો સ્વચ્છ ચહેરો એટલે નિર્લિપ્‍ત રાય,અમરેલીમાં ફરજકાળના આજે 2 વર્ષ પૂર્ણ થયા.

અમરેલીમાં લોકડાઉનના કડક અમલ ચારેય બાજુ વખાણ થયા હતા,કોરોના સામે લડવામાં અમરેલી મોડલની ગુજરાતે નોંધ લીધી,તેની પાછળ નિર્લિપ્‍ત રાય અને જિલ્લા કલેકટર ને શ્રેય આપવો જ પડે.અમરેલી જિલ્‍લાની 15 લાખની જનતાનાં હૃદય સિંહાસન પર બિરાજમાન પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાં ફરજકાળનાં ર વર્ષ પૂર્ણ થયા છે અને જિલ્‍લાની જનતાને સુખ, શાંતિનો વર્ષો બાદ અનુભવ કરનાર પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયને સૌ કોઈ હાર્દિક શુભકામનાઓ પાઠવી રહૃાું છે. આજથી ર વર્ષ પહેલા જિલ્‍લાનાં પોલીસ વિભાગની કામગીરી સામે અનેક પ્રશ્‍નો ઉભા થયા હતા. તે સમયનાં પોલીસ અધિક્ષક જગદીશ પટેલ “બીટકોઈન” કૌભાંડમાં સપડાયા હતા અને બાદમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

Loading...

અમરેલી જિલ્‍લાનાં ઈતિહાસમાં પહેલી જ વાર પોલીસ અધિક્ષક કક્ષાનાં અધિકારીની ધરપકડ થયાની ઘટના સામે આવી હતી અને જિલ્‍લાનાં પોલીસ વડા જ ગંભીર ગુન્‍હામાં સંડોવાયેલ હોવાનું બહાર આવતાં જિલ્‍લાનાં પોલીસ વિભાગની કામગીરી સામે જનતા જનાર્દનમાં રોષનો માહોલ ઉભો થયો હતો અને પોલીસની છબી અતિ ખરાબ બની ચુકી હતી.

દરમિયાનમાં રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અમરેલી જિલ્‍લાની પોલીસની છબી સુધારવા અને જિલ્‍લાની જનતાને સુખ, શાંતિનો અનુભવ કરાવવા માટે અસામાજિક તત્‍વોનો કાળ ગણાતા નિષ્ઠાવાન પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયને અમરેલીનાં પોલીસ અધિક્ષક તરીકે નિમણૂંક આપીને કાયદો-વ્‍યવસ્‍થાની કથળેલી હાલત સુધારવા માટે મુકતમને કામગીરી કરવાની તક આપી હતી.

અમરેલીનાં પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ સંભાળીને તુરત જ નિર્લિપ્‍ત રાયે જિલ્‍લાની ક્રાઈમ કુંડળીનો અભ્‍યાસ શરૂ કર્યો તેમજ પોલીસ વિભાગમાં રહીને જ કાયદા વિરૂઘ્‍ધ કામગીરી કરનાર પોલીસકર્મીઓ અને પોલીસ અધિકારીઓને ઓળખી લઈને તેને પણ સીધાદોર કર્યા અને બાદમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર શખ્‍સો વિરૂઘ્‍ધ કાયદાની મર્યાદામાં કામગીરી શરૂ કરીને એક પછી એકને પાસા સહિતનાં કાયદાઓનાં આધારે જેલભેગા કરવાનું શરૂ કરી દીધું.

જિલ્‍લાનાં વ્‍યાજખોરો, ભુમાફિયાઓ, બુટલેગરો સહિતનાં શખ્‍સો સામે નિષ્ઠા અને બહાદુરીપૂર્વક કામ કરીને 35 જેટલા વ્‍યકિતઓને પાસા હેઠળ અને તેટલા જ અન્‍ય શખ્‍સોને જુદા-જુદા ગુન્‍હાઓમાં જેલ ભેગા કરીને જિલ્‍લામાં પૂનઃ કાયદાનું શાસનપ્રસ્‍થાપિત કરી દીધું અને રાજકીય આગેવાનોની ચિંતા કર્યા વગર તેઓએ કાયદાનાં જોરે જ ગુંડાગીરીને નેસ્‍તનાબુદ કરીને જિલ્‍લાની 15 લાખની જનતાનાં હૃદય સિંહાસનમાં સ્‍થાન મેળવી લીધું. અમરેલી જિલ્‍લાની જનતા મુખ્‍યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ માંગ કરે છે કે, હજુ એક વર્ષ સુધી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયને બદલવામાં ન આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *