મહિલા બોલરે શરીરને આવી રીતે કરીને ફેંકી બોલિંગ,જોઈને ક્રિકેટ જગત પણ થયું હેરાન,જુઓ વીડિયો

મહિલા ટી-20 ચેલેન્જમાં ભારતની બોલર માયા સોનાવણેએ પોતાની ચોંકાવનારી બોલિંગ એક્શનથી ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. હકીકતમાં, ટુર્નામેન્ટની બીજી મેચમાં, સુપરનોવાસે વેલોસિટીનો સામનો કર્યો હતો (સુપરનોવાસ વિ વેલોસિટી, 2જી મેચ). આ મેચમાં સોનાવણેએ વેલોસિટી માટે તેની ટી20 ચેલેન્જની શરૂઆત કરી હતી. આ મેચમાં જ્યાં વેલોસિટીની ટીમે વિજય મેળવ્યો હતો, ત્યાં સોનાવણેએ સૌથી વધુ હેડલાઈન્સ લૂંટી હતી.

Loading...

મેચ દરમિયાન અને મેચ બાદ ચાહકો માત્ર અને માત્ર સોનાવણેની બોલિંગ એક્શન વિશે જ વાત કરતા હોય છે. તમને જણાવી દઈએ કે સોનાવણે લેગ સ્પિન બોલર છે અને આ મેચમાં તેણે 2 ઓવર ફેંકી હતી અને 19 રન આપ્યા હતા. પરંતુ તેની 2 ઓવરમાં તે સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગઈ હતી. ખાસ કરીને બેટર પણ તેની બોલિંગ એક્શન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

સોનાવણેની બોલિંગ એક્શન જોઈને ચાહકોને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બોલર પોલ એડમ્સ અને IPLમાં ગુજરાત લાયન્સ તરફથી રમતા શિવિલ કૌશિકની અનોખી એક્શન યાદ આવી ગઈ.

માયા સોનાવણેની વિચિત્ર બોલિંગ એક્શન જોઈને લોકો તેને દેડકાના આકારમાં બોલ ફેંકનાર બોલર કહેવા લાગ્યા. લોકોમાં માયાને જાણવાની ઉત્સુકતા વધી છે.

જો કે, મેચની વાત કરીએ તો, સુપરનોવાસે 20 ઓવરમાં 5 વિકેટે 150 રન બનાવ્યા હતા, જે બાદ વેલોસિટીની ટીમ 18.2 ઓવરમાં 151 રન જ બનાવી શકી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *