વાવાઝોડાની અસર અમરેલી જિલ્લામાં દેખાઈ, અનેક ગામો માં ગાજવીજ સાથે વરસાદ, જુઓ વીડિયો…

હાલ સમગ્ર દેશમાં કોરોના એ પોતાનો કાળો કહેર મચાવ્યો છે. ત્યારે દેશમાં કોરોના કેસો ની સંખ્યા 1 લાખ 90 હજાર ને પાર પહોંચી ગઈ છે. ત્યારે ગુજરાતમાં કોરોના નો કહેર યથાવત છે. ત્યારે ગુજરાત પર વાવાઝોડા નું સંકટ ટોળાઇ રહ્યું છે. ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકિનારે સંભવિત ‘નિસર્ગ’ વાવાઝોડાની આગાહી ના પગલે ગુજરાતના પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના 159 ગામો પ્રભાવિત થવાની શક્યતા ને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાના 109 ગામ પ્રભાવિત થશે અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીના 50 ગામો પ્રભાવિત થઈ શકે છે. ત્યારે સવારે ભાવનગર અને બપોર બાદ અમરેલી જિલ્લાના અનેક ગામડાઓમાં ધમાકેદાર વરસાદ પડ્યો છે.

Loading...

જુઓ વીડિયો:-

ત્યારે બપોર પછી અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારે ભાવનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે ધારીમાં ગાજવીજ સાથે વરસાદે જોરદાર એન્ટ્રી મારી છે, પવનના તેજ સુસવાટા સાથે સાંબેલાધાર વરસાદ વરસી પડ્યો છે જેને લઈ ગામની બજારોમાં ખળખળ પાણી વહી ગયા છે. વરસાદની ધમાકેદાર એન્ટ્રીને લઈ ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી છે હરવર્ષે ભીમઅગીયારસ પર વરસાદ અને વાવણી માટે વલોપાત કરતા કિસાનો આ વર્ષે ઈશ્વરનો પાડ માની રહ્યા છે અને જગતાતને સંતોષ કારક વાવણી લાયક વરસાદ વરસ્યો છે. અહીં પ્રસ્તુત વીડિયોમાં વરસાદરૂપી વાવાઝોડાનું સ્વરૂપ આપ સ્વયં નિહાળી શકશો. તો બગસરા તાલુકા માં પણ ધોધમાર વરસાદ ની સાથે ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાચાયી થયા છે. જે તમે વીડિયો માં જોઈ શકાય છે.

જુઓ વીડિયો:-

અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ધારીમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ધારી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને લીલીયામાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદથી અમરેલી પંથકમાં કેરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. તેમજ ઉનાળુ પાકને પણ નુકસાન પહોંચ્યું છે. ધારી જતા રસ્તા પર એક વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થતા ટ્રાફિકજામ સર્જાયો હતો. ધારી શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા તો હોર્ડિંગ્સ પણ પવનની સાથે ઉડીને નીચે પડ્યા હતા. જો કે, કોઇ જાનહાનિ સર્જાઇ નથી.ખાંભામા સતત બીજા દિવસે મેઘરાજાનું આગમન થયું હતું. સતત બીજા દિવસે વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોટાભાગના ખેડૂતોના ખેતરોમાં તલના ઓઘા પડ્યા છે. તલના ઓઘા પલળી જતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ ભીમ અગિયાસરની વાવણીની પણ ખેડૂતો તૈયારી કરી રહ્યા છે.

જુઓ વીડિયો:-

અમરેલી જિલ્લાના કલેકટરે વાવાઝોડા અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, 3 જુનના રોજ વાવાઝોડાની આગાહી છે. હાલ તે ગોવા આસપાસ અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યું છે. અંદાજે 3 તારીખે આ વાવાઝોડું મુંબઇ તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વચ્ચેથી ફંટાશે. હવામાન વિભાગ દ્વારા આ બાબતે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. જે અન્વયે 23 ગામોને એલર્ટ કરાયા છે. જાફરાબાદ જે.ટી. પરથી દરિયામાં જતી તમામ બોટને પરત બોલાવવામાં આવી છે. પીપાવાવ પોર્ટ તેમજ જાફરાબાદ દ્વારા વોર્નિંગ સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું છે. દરેક ગામમાં હેલ્થની ટીમ તેમજ તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસમાંથી પણ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. જેથી જો લોકોને સ્થળાંતરિત કરવાની પરિસ્થિતિ ઉદભવે તો પણ જરૂરી સ્ટાફ સતત ત્યાં હાજર હોય.

જુઓ વીડિયો:-

ઉપરાંત પૂરતા પ્રમાણમાં પાણી અને દવાઓના જથ્થો પૂરો પાડવાની સૂચના આપવામાં આવી છે. RNB સ્ટેટ દ્વારા ક્લસ્ટર લેવલે જેસીબી અને લેબરની ટીમો તૈનાત કરવામાં આવી છે . સાથોસાથ PGVCL દ્વારા દરેક તાલુકા વાઇઝ કવીક રિએક્શન ટીમ કાર્યરત કરવામાં આવી છે. ભારે પવનના લીધે જો વીજપોલમાં નુકસાન થાય તો તેનો ત્વરિત ઉકેલ થઈ શકે. અમુક જગ્યાએ જો વધુ પવન વર્તાશે તો તેવા કિસ્સામાં તે લોકો પાવરનું પ્રિવેંટિવ શટડાઉન કરશે. પરંતુ એ બાબતે 2-3 કલાક અગાઉથી સૌને જાણ કરવામાં આવશે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાને લઈને તમામ સાવચેતીરૂપ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. હાલ દરિયાકાંઠા વિસ્તારે ISEની કામગીરી અને વાવાઝોડાને લઈને જાગૃતિ લક્ષી પ્રચાર-પ્રસારની કામગીરી શરૂ છે. તમામ લોકોને વિનંતી છે કે, 3 જુને રાજુલા અને જાફરાબાદના તમામ લોકો અતિ આવશ્યક કામ સિવાય ઘર બહાર ન નીકળે. નીચાણવાળા વિસ્તારોમાં કે દરિયા કાંઠા નજીકના વિસ્તારોમાં વસવાટ કરતા લોકો અને કાચા મકાનોમાં રહેતા લોકો પોતપોતાના સગાસંબંધીઓના ઘરે જ્યાં પાકા મકાનો ઉપલબ્ધ હોય તેમજ ઉચાણવાળા વિસ્તારમાં જતા રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *