રસ્તો મુશ્કેલ છે…,અર્જુન તેંડુલકરના ના રમવા પર પહેલીવાર બોલ્યો સચિન તેંડુલકર,કહ્યું…,જુઓ

અર્જુન તેંડુલકર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનમાં પણ ડેબ્યૂ કરે તેવી અપેક્ષા હતી, પરંતુ તે શક્ય બની શક્યું નહીં. મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2022માં કુલ 22 ખેલાડીઓ આપ્યા હતા, પરંતુ અર્જુન તેંડુલકર સહિત માત્ર ત્રણ ખેલાડી એવા હતા કે તેમને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. હવે મુંબઈ ઈન્ડિયન્સનું આઈપીએલ અભિયાન સમાપ્ત થયા બાદ સચિન તેંડુલકરે પોતાના પુત્રને ખાસ સલાહ આપી છે.

Loading...

સચિન તેંડુલકરે યુટ્યુબ શો ‘સચઈનસાઈટ’માં કહ્યું, ‘અર્જુન સાથેની વાતચીત દરમિયાન હું એટલું જ કહું છું કે રસ્તો પડકારજનક અને મુશ્કેલ હશે. તમે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું કારણ કે તમને ક્રિકેટ ગમે છે. આમ કરતા રહો અને મહેનત કરતા રહો, પરિણામ ચોક્કસ આવશે.

ભારત માટે 200 ટેસ્ટ રમી ચૂકેલા સચિનના કહેવા પ્રમાણે, તે પસંદગીનો મામલો ટીમ મેનેજમેન્ટ પર છોડી દે છે. સચિને કહ્યું, ‘જો ટીમ સિલેક્શનની વાત કરીએ તો મેં ક્યારેય પણ પસંદગીમાં મારી જાતને સામેલ નથી કરી. હું આ બધી બાબતો ટીમ મેનેજમેન્ટ પર છોડી દઉં છું કારણ કે મેં હંમેશા આ રીતે કામ કર્યું છે.

IPL 2022ની મેગા ઓક્શનમાં અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ગયા વર્ષે પણ અર્જુન તેંડુલકર મુંબઈનો હિસ્સો હતો, પરંતુ તે પછી પણ તેને એક પણ મેચ રમવા ન મળી. અર્જુને મુશ્તાક અલી ટ્રોફીમાં તેની હોમ ટીમ મુંબઈ માટે બે ટી20 મેચ રમી છે. જોકે, અર્જુનને રણજી ટ્રોફીની નોકઆઉટ મેચો માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી.

સચિન તેંડુલકરે 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચ બાદ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. સચિન તેંડુલકરે 664 આંતરરાષ્ટ્રીય મેચમાં રેકોર્ડ 34 હજાર 357 રન બનાવ્યા છે. આ દરમિયાન સચિનના બેટમાંથી 100 સદી અને 164 અડધી સદી નીકળી હતી. બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરતા સચિન તેંડુલકરે 201 વિકેટ પોતાના નામે કરી હતી. હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ (RR) સાથે માર્ગદર્શક તરીકે સંકળાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *