બોક્સિંગ ટૂર્નામેન્ટ માટે કોલકાતા જનાર સ્ટુડન્ટનું તેના જ કોચે ટ્રેનમાં રેપ કર્યો…

સોનીપતમાં રહેવા વાળો એક બોક્સિંગ ટ્રેનર્સને રેપના કેસમાં પકડ્યો છે. 19 વર્ષની તેની જ તાલીમાર્થી એ આરોપ લગાવ્યો છે. તેણીએ પોલીસને બતાવ્યું કે તેના કોચ એ ટ્રેનમાં અને ત્યારબાદ તેના તાલીમ સેન્ટર એ રેપ કર્યો હતો. ટ્રેનર્સનું નામ સંદિપ મલિક છે.

Loading...
ફાઇલ ફોટો

29 માર્ચ થી 3 માર્ચ સુધી બોક્સિંગ ઇવેન્ટનું શિડયુલ હતું.પહેલીવાર છોકરી પર રેપ થયો ત્યારે ટ્રેન દિલ્લી થી કોલકતા જઈ રહી હતી.અને ત્યારબાદ કોચ કોલકતામાં પણ રેપ કરે છે.12 માર્ચના રોજ છોકરીએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી.ત્યાંથી કેસ દિલ્લી રેલવે સ્ટેશન ટ્રાન્સફર કરવામાં આવ્યો કેમ કે રેપ ટ્રેનમાં થયો હતો.છોકરીનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.16 માર્ચના રોજ સોનીપત થી સંદીપ ની ધરપકડ કરવામાં આવી.

હિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રદર્શિત થયેલ અહેવાલ અનુસાર , 27 ફેબ્રુઆરીના રોજ મલિક તેના કેટલાક સ્ટુડન્ટ્સના લઈને કોલકાતા જઇ રહ્યા હતા. નેશનલ બોક્સિંગની કોમ્પિટિશ હતી.ત્યાં આ વિદ્યાર્થીઓ ભાગ લેવાના હતા અને તેને લઈને કોલકતા જઇ રહ્યા હતા.

ફાઇલ ફોટો

પોલીસ એ એ પણ જણાવ્યું છે કે તેના હજુ બીજા વિદ્યાર્થીઓનો સંપર્ક કરવામાં આવ્યો નથી કે તેને જાણ કરવામાં આવી નથી.કેમ કે તેને એની જાણ થઈ જાય તો એ ફરાર પણ થઈ શકે છે. પોલીસનું કહેવું છે કે એની ધરપકડ થયા પછી એણે ગુનો કબૂલી લીધો છે.અને હવે આગળ એ પણ શોધખોળ કરવામાં આવી રહી છે કે ભૂતકાળ પણ અન્ય સાથે આ ગુનો કરવામાં આવ્યો છે કે નહીં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *