ટિકટોક પર મુછોને વળ દેતા યુવકની મુછો ઉતરાવી જાહેરમાં માફી મગાવીને વીડિયો વાયરલ કર્યો….

સતલાસણા તાલુકાના મોટા કોઠાસણા ગામના દલિત યુવકે ટીકટોક પર મુછો ફેરવતો વીડિયો મુકતાં ગામના જ સાત યુવકોએ તેની મુછો ઉતરાવી માર માર્યો હોવાની ફરિયાદ સતલાસણા પોલીસ મથકે નોંધાઇ છે. બીજીબાજુ, પોલીસે ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન બંદોબસ્ત ગોઠવી દીધો છે.

Loading...

મોટા કોઠાસણા ગામના સંજય રણછોડભાઇ પરમાર નામના યુવકે ટીકટોક પર લોકગાયિકા ગીતા રબારીના રાંણા તો ફરવાના ગીત સાથે તેનો મુછો ફેરવતો વીડિયો મુક્યો હતો, જે વાયરલ થતાં ગામના યુવકો પાસે આવ્યો હતો, જેથી તેની મુછો ઉતરાવી કેટલાક યુવકોએ ગડદાપાટુનો માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં સતલાસણા પોલીસનો કાફલો ગામે દોડી જઇ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ અંગે પોલીસે પરમાર સંજય રણછોડભાઇની ફરિયાદ આધારે ચૌહાણ સંજયસિંહ જેઠુસિંહ, ચૌહાણ સંગ્રામસિંહ પ્રહલાદસિંહ, ચૌહાણ રાજદીપસિંહ ચકુસિંહ, જયદીપસિંહ વેલસિંહ, રાજપાલસિંહ અર્જુનસિંહ અને સવરાજસિંહ જગતસિંહ તેમજ એક અજાણ્યો શખ્સ સહિત સાત વિરુદ્ધ રાયોટિંગ, મારામારી, એટ્રોસિટી, આઇટી એક્ટ મુજબ ગુનો નોંધી એસસી એસટી સેના ડીવાયએસપીએ તપાસ હાથ ધરી છે.

ટીકટોક પર મૂછોને વર આપતો વીડિયો મુકવા બાબતે બખેડો થયો છે, જે મુદ્દે ગામના જ સાત જણા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરાઇ છે.-
આઇ.આર. દેસાઇ, પીએસઆઇ

પીડિત યુવકના પિતાનો મોબાઇલ વીડિયો મેસેજ ફરતો કરાયો છે. જેમાં યુવકના પિતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી સંપૂર્ણ સહયોગ અપાયો હોવાનું કહી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *