આફ્રિકન લીગમાં થશે ધમાલ,MI કેપટાઉને આ 5 ખેલાડીઓને કર્યા સાઇન,જુઓ

ઈન્ડિયન પ્રીમિયર લીગની તર્જ પર દક્ષિણ આફ્રિકા લીગમાં T20 લીગ શરૂ થઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીએ અહીં તેમની ટીમ એમઆઈ કેપટાઉન માટે ખેલાડીઓને સાઈન કરવાનું શરૂ કર્યું છે. એમઆઈ કેપ ટાઉને અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી રાશિદ ખાન સહિત પાંચ મોટા સ્ટાર્સને સાઈન કર્યા છે.

Loading...

MI કેપ ટાઉને જાહેરાત કરી કે શરૂઆતમાં અમારી ટીમે પાંચ ખેલાડીઓને સાઇન કર્યા છે, જેમાં રાશિદ ખાન, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરાન, કાગિસો રબાડા અને ડેવાલ્ડ બ્રેવિસનો સમાવેશ થાય છે. આ પાંચ ખેલાડીઓમાંથી બે આફ્રિકન, બે ઈંગ્લેન્ડના અને એક અફઘાન ખેલાડી છે.

આ લીગના નિયમો અનુસાર દરેક ટીમને હરાજી પહેલા પાંચ ખેલાડીઓને સાઈન કરવાની તક મળશે. ત્રણ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ, એક દક્ષિણ આફ્રિકાનો ખેલાડી અને એક અનકેપ્ડ આફ્રિકન ખેલાડી સાથે કરાર કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ડીવાલ્ડ બ્રેવિસ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. જ્યારે રાશિદ ખાન ગુજરાત ટાઇટન્સના વાઇસ-કેપ્ટન છે, ત્યારે સેમ કુરાન ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે, કાગિસો રબાડા દિલ્હી કેપિટલ્સ સાથે અને લિયામ લિવિંગસ્ટોન પંજાબ કિંગ્સ સાથે સંકળાયેલા છે.

દક્ષિણ આફ્રિકન ક્રિકેટ લીગે આ લીગ માટે હમણાં જ 30 માર્કી ખેલાડીઓની જાહેરાત કરી છે, દરેક ટીમ તેમની ટીમમાં કુલ 17 ખેલાડીઓનો સમાવેશ કરી શકે છે. લિયામ લિવિંગસ્ટોન, જોસ બટલર જેવા મોટા ખેલાડીઓ US $ 5 લાખ, મોઈન અલી US $ 4 લાખ, ફાફ ડુ પ્લેસીસ US $ 3.5 લાખની કમાણી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *