દક્ષિણ આફ્રિકાના આ ખેલાડીએ ભારતીય ચાહકોનું દિલ જીતી લીધું,મંદિરમાં માથું ટેકવ્યું,કહ્યું-જય માતા દી,જુઓ
ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા સામે આગામી મોટો પડકાર સાઉથ આફ્રિકા હશે. આફ્રિકાની ટીમ પણ ભારત પહોંચી ગઈ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ફોટો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આફ્રિકાના એક ખેલાડીએ નવરાત્રિના ખાસ અવસર પર મંદિરમાં માથું નમાવ્યું છે અને ભારતીય ચાહકોને નવરાત્રીની શરૂઆતની શુભકામનાઓ પણ પાઠવી છે.
દક્ષિણ આફ્રિકાના બોલર કેશવ મહારાજનો એક ફોટો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં તે ભારતીય પરંપરાગત પોશાકમાં જોવા મળી રહ્યો છે. તેણે તિરુવનંતપુરમના પદમાનંદ સ્વામી મંદિરમાં પૂજા કરી અને તેનો ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘જય માતા દી ભી’.
કેશવ મહારાજ મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુરના છે. તે આફ્રિકામાં રહીને પણ હિંદુ રિવાજોનું પાલન કરે છે અને તે હનુમાનજીના પરમ ભક્ત છે.
કેશવ મહારાજના પૂર્વજો 1874માં નોકરીની શોધમાં ભારતથી ડરબન આવ્યા હતા અને પછી ત્યાં સ્થાયી થયા હતા. કેશવ મહારાજનો જન્મ 7 ફેબ્રુઆરી 1990ના રોજ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. કેશવ મહારાજના પિતા પણ દક્ષિણ આફ્રિકા તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમી ચૂક્યા છે.
કેશવ મહારાજે ત્રણેય ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા માટે ક્રિકેટ રમી છે. તેણે આફ્રિકન ટીમ માટે 45 ટેસ્ટ મેચમાં 154 વિકેટ, 24 વનડેમાં 27 વિકેટ અને 18 ટી20 મેચમાં 15 વિકેટ ઝડપી છે.