ગુજરાત

જેની કેપેસિટી 1 કરોડ ની નથી એને 15 અને 20 કરોડ દેય છે મારા વ્હાલા..,વિક્રમ માડમ ના પ્રહાર…

ગુજરાતમાં એક બાજુ કોરોના નો કહેર ચાલી રહ્યો છે. અને બીજી બાજુ ગુજરાત માં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. રાજ્યસભાની ચૂંટણી નજીક આવી રહી છે એમ ગુજરાતના રાજકારણમાં અપેક્ષિત છતાં અપૂર્વ પરિવર્તન આવી રહ્યું છે. પક્ષ તરીકે ભાજપે અને કેટલાક કોંગ્રેસી ધારાસભ્યો એ સિદ્ધાંત અને નીતિને રાજકીય સ્વાર્થ નું કફન ઓઢાડી દીધું છે. પ્રજાનો વિશ્વાસ જેવો શબ્દ ક્યાંય જોવા મળતું નથી અને આર્થિક મંદી વચ્ચે પણ જોરદાર સોદાબાજી જોવા મળી રહી છે.કોંગ્રેસના ધારાસભ્ય એક પછી એક રાજીનામા આપી રહ્યા છે અચાનક એમને અંતરાત્માનો અવાજ સંભળાઈ રહ્યો છે. પરંતુ વાસ્તવમાં તો શેનો સાધ છે અને સત્તાનો સ્વાદ છે એ બધા જાણે છે આખી તડજોડ ની ઘટના માં મહત્વની વાત એ બની છે કે કોંગ્રેસના ધારાસભ્યો રાજકોટમાં ઠલવાયા છે. સામાન્ય રીતે આવું કઈ હોય ત્યારે કોંગ્રેસ શાસિત રાજ્યમાં એ લોકોને લઈ જવાતા હોય કે ભાજપના ધારાસભ્યોને સાચવવાના હોય તો પોતાના પક્ષના રાજ્યમાં રાખવામાં આવતા હોય.

Loading...

કોંગ્રેસને સૌરાષ્ટ્રના ધારાસભ્યો તૂટવાનો ડર લાગતા સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યોને એક સમયે નારાજ થઈને રાજીનામુ આપનારા ઈન્દ્રનીલ રાજ્યગુરૂના રિસોર્ટમાં બોલાવવામાં આવ્યાં છે. છેલ્લા 2 દિવસમાં કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. ત્યારે વધુ કોંગ્રેસના ધારાસભ્ય ન તૂટે તે માટે નવી રણનીતિ ઘડાઈ રહી છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યોની જવાબદારી અર્જૂન મોઢવાડિયા અને પરેશ ધાનાણીને સોંપવામાં આવી છે. હાલ ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા, હાર્દિક પટેલ સહિતના ધારાસભ્યો નિલસીટી ક્લબ ખાતે પહોંચી ગયા છે. જ્યારે સાંજ સુધીમાં બીજા ધારાસભ્યો પહોંચી જશે. જો કોઈ ધારાસભ્યને બહાર જવુ હશે તો પાર્ટીની મંજૂરી લેવી પડશે.

જુઓ વીડિયો:-

તેમણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવેદન પર પલટવાર કરતાં જણાવ્યું હતું કે ભાજપ પાસે ધારાસભ્ય ખરીદવાનો સમય છે. પરંતુ ખેડૂતોનાં ઘઉં, ચણા કે અન્ય પાક ખરીદવાનો સમય નથી.ધારાસભ્યોને ખરીદવાના બદલે એટલા પૈસા વેન્ટિલેટરમાં નાખ્યા હોત તો સારૂ હતું. જે ધારાસભ્યો વેચાય જાય છે તેને ચંપલથી મારવા જોઈએ. આ સાથે જ કહ્યું કે અમે કોઈ ધારાસભ્ય ના માથે ગન લઈને બેઠા ન હોઈ કે તમે ક્યાય ન જાવ. કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારને લોકો નહિં છોડે.આ સાથે જ ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 25 કરોડમાં આખી કોંગ્રેસ ખરીદી શકાય તે નિવેદન પર જવાબ આપતા કહ્યું કે 25 કરોડમાં આખી કોંગ્રેસ તો દૂર 25 લાખ કરોડમાં વિક્રમ માડમની ટચલી આંગળીનું ટેરવું પણ નહિં ખરીદી શકાય.

વિક્રમભાઈ માડમે જણાવ્યું હતું કે જે ધારાસભ્ય કોંગ્રેસમાંથી ગયા તેમને હવે ક્યારેય કોંગ્રેસમાં સ્થાન નહીં મળે. પક્ષમાં એકબીજા પ્રત્યે નારાજગી હોય જ પરંતુ લાલચુ લોકોની નારાજગી રાજ્યસભાની ચુંટણી પહેલા જ સામે આવે છે. તેમણે સરકાર પર આક્ષપ કર્યો હતો તેની પાસે ખેડૂતોની જણસો ખરીદવાના પૈસા કે સમય નથી પરંતુ ધારાસભ્યો ખરીદવા માટેના છે. અંતે વિક્રમભાઈ માડમે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો જીતશે જ. તો વધુમાં કહ્યું હતું કે,જેની કેપેસિટી 1 કરોડ ની નથી એને 15/20 કરોડ દેય છે મારા વ્હાલા…

તો બીજી બાજુ હાર્દિક પટેલે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે તેવા ધારાસભ્યો બાબતે કહ્યું હતું કે અંગત સ્વાર્થ અને રૂપિયા મળી જતા જે ધારાસભ્યોને રાતોરાત કોંગ્રેસ ગમતી બંધ થઈ જાય છે તે કોંગ્રેસના નહીં પણ જનતાના દોષી છે. બીજીવાર જ્યારે આવા પક્ષપલટુ નેતાઓ ચુંટણીમાં ઉતરે ત્યારે તેને જનતા જાકારો આપશે. આ તકે તેમણે એમ પણ કહી દીધું હતું કે આવા લોકોને ચપ્પલથી મારવા જોઈએ.હાર્દિક પટેલે કહ્યું કે લોકોએ હવે જાગૃત થઇ એકજૂટતા બતાવવાનો સમય આવ્યો છે. જ્યારે પેટાચૂંટણીઓ થઇ છે ત્યારે જનતાએ પક્ષપલટુઓને ભાન કરાવ્યું છે. રાધનપુર, બાયડ સહિતની પેટાચૂંટણીઓમાં આપણે પરિણામો જોયા છે.

રાજીનામાં આપેલાં કેટલાક ધારાસભ્યો પર ખનીજ ચોરીના કેસ છે તેઓ ગયા છે. હાર્દિક પટેલે કહ્યું કે મારા માટે પદ મહત્વનું નથી. તમામ ચૂંટણીઓમાં ECના નોટિફિકેશન બાજ જ રાજીનામા પડે છે. ચૂંટણી પંચે આ અંગે ગંભીર રીતે વિચારવું પડશે.હવે જનતાએ પોતાની ભૂમિકા નિભાવવાનો સમય આવ્યો છે. જનતા સાથે દ્રોહ કરનારને જનતાએ પાઠ ભણાવવાની જરૂર છે. વારંવાર ચૂંટણીઓ યોજી જનતાના પૈસાનો વ્યય થઇ રહ્યો છે.હાર્દિક પટેલે કરજણના અને મોરબીના ધારાસભ્યોનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે કરજણના ધારાસભ્યના દિકરા વિરુદ્ધ ખનીજ ચોરીના કેસ ચાલે છે, મોરબીના ધારાસભ્યના સ્ટેચ્યુ ઓફ યુનિટિમાં ચાલતા પાર્લરોમાં ભાગ છે. આવા નેતાઓ સ્વાર્થ સાધવા ભાજપ સાથે જઈ રહ્યા છે.

રાજકોટ તો ભાજપનો ગઢ ગણાય છે અને અત્યારે તો મુખ્યમંત્રીનું હોમ ટાઉન છે તેમ છતાં કોંગ્રેસના વધેલા ધારાસભ્યો બચેલી આબરુ સ્વરૂપે રાજકોટમાં નીલ સીટી રિસોર્ટમાં શુક્રવાર રાતથી પહોંચી ગયા છે આ એક વિચિત્ર ઘટના છે. મહત્વનું એ પણ છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂકેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસને મદદ કરવા ફરી એકવાર ખુલ્લેઆમ સામે આવ્યા છે.

2 Replies to “જેની કેપેસિટી 1 કરોડ ની નથી એને 15 અને 20 કરોડ દેય છે મારા વ્હાલા..,વિક્રમ માડમ ના પ્રહાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *