ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી,રાજ્યના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 30 લાખ 29 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 25 હજાર ને પાર પહોંચી ગયો છે. તો હવે રાજ્યમાં ફરી વાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.આજે રાજ્યમાં ઘણા દિવસો પછી વરસાદે એન્ટ્રી કરી છે.

Loading...

હવામાન વિભાગે રાજ્યમાં આજે સારા વરસાદની આગાહી કરી છેહવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતભરમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી મેઘરાજા તોફાની બેટિંગ ફરી શરૂ થઈ છે. ત્યારે આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં મેઘમહેર યથવાત્ રહેશે એવી આગાહી કરવામાં આવી છે. વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં આજે ત્રીજા દિવસે સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યાં છે. જસદણ પંથકમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. એક કલાકમાં દોઢ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. બીજી તરફ, કાગવડ નજીક ખોડલધામમાં મોડી રાત્રે વીજળીના કડાકાનો અદભુત નજારો કેમેરામાં કેદ થયો છે.

ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 163 તાલુકામાં વરસાદ થયો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના બે કલાકના ગાળામાં 61 તાલુકામાં વરસાદ થયો છે. ગુજરાતમાં અત્યારસુધી સીઝનનો 52.78 ટકા વરસાદ થયો છે. વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.

IMDના અધિકારીએ જણાવ્યું છે કે ત્રણ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. જેથી અગમચેતીનાં પગલાંરૂપે રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે એ અંગે સૂચના આપવામાં આવી છે.

એન.ડી.આર.એફ.ની કુલ 15 ટીમમાંથી 8 ટીમને ડિપ્લોઇ કરવામાં આવી છે, જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીર-સોમનાથ, જૂનાગઢ, કચ્છ અને પોરબંદર ખાતે 1-1 ટીમ ડિપ્લોઇ કરવામાં આવી છે અને 6 ટીમ વડોદરા તથા 1 ટીમ ગાંધીનગર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. આ પૈકી એક ટીમ અમરેલી ખાતે રાખવા સૂચના અપાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *