ટિમ સાઉદીએ રચ્યો ઈતિહાસ,આવો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો,જુઓ

કિવી ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ ભારત સામેની પ્રથમ વનડેમાં ઈતિહાસ રચ્યો હતો. તે ODIમાં 200 વિકેટ, T20માં 100થી વધુ અને ટેસ્ટમાં 300થી વધુ વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો છે. આ સાથે સફાદી ODIમાં 200 વિકેટ લેનારો ન્યૂઝીલેન્ડનો 5મો બોલર બની ગયો છે. સાઉદીએ અત્યાર સુધી 88 ટેસ્ટની 166 ઇનિંગ્સમાં 29ની એવરેજથી 347 વિકેટ લીધી છે. સાઉદીએ ધવનને મેચમાં આઉટ કરતાની સાથે જ વનડેમાં પોતાની 200 વિકેટ પૂરી કરી લીધી હતી.

Loading...

મેચની વાત કરીએ તો ટોસ હારીને પ્રથમ રમવાનું પસંદ કર્યા બાદ ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ધવન અને ગિલે પ્રથમ વિકેટ માટે 124 રનની ભાગીદારી નોંધાવી હતી. પ્રથમ ગિલ 50 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે ધવન 72 રન બનાવીને બીજી વિકેટ તરીકે આઉટ થયો હતો. ધવને 77 બોલમાં 72 રનની ઇનિંગ રમી હતી.

આ સિવાય સાઉદીએ અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલમાં કુલ 134 વિકેટ લીધી છે. છે. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 500થી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. સાઉદી કિવી ટીમના સૌથી સફળ બોલરોમાંથી એક છે.

ધવને એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. ધવન લિસ્ટ A ક્રિકેટમાં 12,000 રન બનાવનાર ભારતનો 7મો બેટ્સમેન બની ગયો છે. આ મેચમાં ધવન ટીમનો કેપ્ટન છે. વાસ્તવમાં, ભારતના સિનિયર ખેલાડીઓ આ શ્રેણીનો ભાગ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *