AAP ના બે સાંસદ ડુંગળીનો હાર પહેરીને સંસદમાં આવ્યા, લોકસભામાં ડુંગળી મુદ્દે હોબાળો…

ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી (કાંદા)ના ભાવ કિલોએ 100 રૂપિયા થઇ ગયા એ તરફ સંસદનું ધ્યાન ખેંચવા આપના બે સાંસદો સંસદ ભવન પર કાંદાનો હાર પહેરીને પહોંચ્યા હતા.આપના બે સાંસદ સંજય સિંઘ અને સુશીલ ગુપ્તા ગળામાં કાંદાનો હાર પહેરીને આવ્યા હતા. કાંદાના ભાવ આસમાને ગયા એ માટે તેમણે મોદી સરકારને જવાબદાર ગણાવી હતી.

Loading...

સંસદ ભવનની બહાર આ બંનેએ દેખાવો કર્યા હતા. તેમના ગળામાં એવું પાટિયું પણ હતું કે મોંઘવારીએ માઝા મૂકી છે અને કાંદા દેવાળું કઢાવશે… મોદી સરકાર આ માટે જવાબદાર છે…આપના આ સાંસદે મિડિયાને કહ્યું કે 32 હજાર ટન કાંદા ગોદામમાં સડી ગયા ત્યાં સુધી સરકારે કેમ પગલાં ન લીધાં ? હવે તૂર્કીથી આયાત કરવાની વાતોનો શો અર્થ છે ? ગરીબો તો રોટલો અને કાંદો ખાને પેટ ભરતા હોય છે. તેમને ભૂખે મરવાનો વારો આવ્યો છે.

સંસદના શિયાળુ સત્રનો આજે 12મો દિવસ છે. ત્યારે લોકસભામાં ડુંગળી અંગે હોબાળો થયો છે.પ્રશ્નકાળ બાદ વિપક્ષના સાંસદોએ હોબાળો કર્યો છે. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ સીધું પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, દેશમાં ડુંગળીની કિંમત વધતી જઈ રહી છે. દેશના ઘણા શહેરોમાં ડુંગળીના રૂપિયા 100ને પાર થઈ ગયા છે. પીએમ કહે છે કે તેઓ પોતે ડુંગળી નથી ખાત અને ખાવા પણ નહીં દે. અધીર રંજને કહ્યું કે અમે એનું નહીં કહીએ કે પીએમ મોદી ખાઈ જાય છે. પણ વચેટીયાઓ ખાઈ જાય છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યસભામાં સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ સુધારણા બિલ રજુ કરશે. આ બિલ લોકસભામાં પાસ થઈ ચુક્યું છે પણ ઉપલા ગૃહમાં પાસ થવાનું હજું બાકી છે. કેન્દ્ર સરકારે SPG બિલમાં ફેરફાર કર્યા છે. કોંગ્રેસ પાર્ટી આ ફેરફારનો વિરોધ કરી રહી છે, આ બિલ માટે તેમને ગૃહમાં મોટો હોબાળો પણ કર્યો હતો.

લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહનેસવાલકરાયો કે, તમે દુષ્કર્મના આરોપીઓને કડક સજા આપવાની વાત કરો છો પણ તમે બેઅંત સિંહના હત્યારા બલવંત સિંહની ફાંસી માફ કરી દીધી છે. તેના જવાબમાં તેમણે કહ્યું કે, મીડિયા રિપોર્ટ્સ પર ધ્યાન ન આપો ફાંસીની સજાને માફ કરાઈ નથી.લોકસભામાં અમિત શાહે જ્યારે આ બિલને રજુ કર્યું ત્યારે ઘણો વિવાદ સર્જાયો હતો. અમિત શાહે બિલ રજુ કર્યા બાદ કોંગ્રેસ પાર્ટી તરફથી મનીષ તિવારીએ આ બિલ પર તેમની વાત મુકી હતી અને ગાંધી પરિવારની સુરક્ષા હટાવવાના મુદ્દાને રાજકારણથી પ્રેરિત મુદ્દો ગણાવ્યો હતો.બિલને રજૂ કરતા અમિત શાહે જાહેરાત કરી હતી કે નવા બિલ હેઠળ SPG સુરક્ષા માત્ર વડાપ્રધાન સુધી સિમીત રહેશે, આ સુરક્ષા વડાપ્રધાન સિવાય પદ પરથી હટ્યાં પછી પૂર્વ વડાપ્રધાન પાસે પાંચ વર્ષ સુધી રહેશે. આ દરમિયાન વડાપ્રધાનના પરિવારને પણ આ સુરક્ષા મળશે.આ બિલમાં ફેરફાર બાદ જ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પાસેથી SPG સુરક્ષા હટાવી લેવાઈ હતી, જ્યારે હવે તેમની સુરક્ષા CRPF કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *