અરબી સમુદ્રમાં બે લો-પ્રેશર સક્રિય, હળવા વરસાદની શક્યતા, ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો…

અમદાવાદનાં મહત્તમ-લઘુતમ તાપમાનમાં સોમવારે કોઇ ખાસ ઘટાડો થયો નથી, તેમ છતાં અરબી સમુદ્રમાં સક્રિય થયેલાં બે લો-પ્રેશરને કારણે દિવસ દરમિયાન લોકોએ સામાન્ય કરતાં વધુ ઠંડીનો અનુભવ કર્યો હતો. આ લો-પ્રેશરને કારણે 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે.

Loading...

સોમવારે અમદાવાદમાં વહેલી સવારથી વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનને કારણે વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ હતું. તાપમાન 30.0 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19.0 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ અને ઠંડા પવનોને કારણે લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. રાજ્યમાં 8.0 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી અને 34.0 ડિગ્રી સાથે વેરાવળ સૌથી ગરમ શહેર બન્યું હતું.

અરબી સમુદ્રમાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં લો-પ્રેશર અને દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં વેલમાર્ક એમ બે લો-પ્રેશર સક્રિય છે, હાલમાં અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના શહેરોમાં સોમવારે ઠંડા પવનથી ભેજ વધતાં ઠંડક વધી છે. થયો છે. 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ અને જૂનાગઢમાં હળવો વરસાદ થઈ શકે છે.રાજ્યના ખેડૂતોને હાલ બે બાજુથી માર પડી રહ્યો છે. એક બાજુ પાક વીમાની રકમ તેમની પાસે આવતી નથી, ઉપરથી વરસાદ તેમના રવિ પાકોને પણ બગાડી રહ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતો બિચારા જાય તો જાય ક્યાં, તેવી સ્થિતિ ઉદ્દભવી છે.

બીજી બાજુ ગુજરાત જ નહીં, તમિલાનાડુંમાં ભારે વરસાદે કહેર વરસાવ્યો છે. તમિલનાડુમાં તોફાની વરસાદના કહેરથી 25ના મોત થયા છે. તમિલનાડુંના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે. લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કોઈમ્બતુરમાં દીવાલ ધરાશાયી થતા 17ના મોત થયા હોવાની એક ઘટના સામે આવી છે. તમિલનાડુંમાં ભારે વરસાદના કારણે, ચેન્નઈ, તુતિકોરિન, કાંચીપુરમ, તિરૂવિલુરમાં સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપી દીધો છે. તમિલનાડુ, પુડ્ડુચેરીમાં માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી પણ હવામાન વિભાગે આપી દીધી છે. હાલ દરિયાકિનારાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ યથાવત્ રાખ્યું છે.હજુ પણ તમિલનાડુમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તમિલાનાડું સહિત કર્ણાટક અને કેરળમાં પણ ભારે વરસાદની ઝપેટમાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *