world

એક સ્ટોર માં બે ચોર ઘુસ્યા,એક ચોરે ચોરી કરી તો બીજા ચોરે કર્યું આવુ…જુઓ વિડીયો

એક વૃદ્ધ મહિલા બ્રાઝિલમાં તેના ઘરની નજીક એક ફાર્મસીની મુલાકાત લઈ રહી હતી અને તેના નસીબ ખરાબ કે તે જ સમયે બે લૂંટેરાઓએ સ્ટોર પર હુમલો કર્યો. પરંતુ ત્યારબાદ બનેલી ઘટનાએ બધાને ચોંકાવી દીધા. મહિલાએ સામેથી ચોરને ઓફર કરી અને હોય એટલા પૈસા આપવા માટે હાથ આગળ કર્યો. તેનો સાથી કર્મચારી કેશ કાઉન્ટર પર લૂંટી રહ્યો હતો.

Loading...

જો કે લૂંટેરાએ મહિલા પાસેથી પૈસા સ્વીકારવાની ના પાડી હતી અને તેના બદલે તેના કપાળ પર કિસ કરી હતી. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જુઓ વીડિયો

સીસીટીવી ફૂટેજમાં લૂંટેરો વૃદ્ધ મહિલાને ગળે લગાડી તેના કપાળ પર ચુંબન કરતો જોઈ શકાય છે. તેની સાથે કંઈક વાત પણ કરી રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. એક અહેવાલમાં ફાર્મસીના માલિક સેમ્યુઅલ અલ્મિડાએ બ્રાઝિલના આઉટલેટ સાથે વાત કરી હતી. ઘટના અંગે જણાવ્યું હતું કે મહિલા લૂંટેરા પાસે પહોંચી. તેણીએ તેને પૈસા આપ્યાં પણ તેણે ના પાડી અને કહ્યું, “ના, મેમ. તમે શાંતથી ઉભા રહો. મારે તમારા પૈસા નથી જોઈતા.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *