ડેવિડ વોર્નરે બનાવ્યો અનોખો રેકોર્ડ,IPL ઈતિહાસમાં આવું કરનાર એકમાત્ર ખેલાડી બન્યો,જાણો

દિલ્હી કેપિટલ્સ (DC) ના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે ગુરુવારે (28 એપ્રિલ) કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં 42 રનની શાનદાર ઈનિંગ રમી હતી. 26 બોલનો સામનો કરતા વોર્નરે પોતાની ઇનિંગમાં આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગ સાથે વોર્નરે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

Loading...

આ ઈનિંગમાં વોર્નરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આઈપીએલમાં પોતાના 1000 રન પૂરા કર્યા હતા. તે IPL ઇતિહાસમાં બે ટીમો સામે 1000 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. કોલકાતા ઉપરાંત વોર્નરે પંજાબ કિંગ્સ સામે આ ટૂર્નામેન્ટમાં 1005 રન બનાવ્યા હતા.

તેના સિવાય શિખર ધવને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 1029 રન બનાવ્યા છે, જ્યારે રોહિત શર્માએ KKR વિરુદ્ધ 1018 રન બનાવ્યા છે. (28 એપ્રિલ 2022 સુધીનો ડેટા).વોર્નરે આ સિઝનમાં અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 6 મેચ રમી છે અને 52.20ની એવરેજથી 261 રન બનાવ્યા છે, જેમાં ત્રણ અડધી સદી સામેલ છે.

ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની ટીમે નીતીશ રાણા (57) અને કેપ્ટન શ્રેયસ અય્યર (42)ની ઇનિંગ્સના આધારે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 19 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને જ જીત મેળવી હતી. દિલ્હી તરફથી વોર્નર ઉપરાંત રોવમેન પોવેલે અણનમ 33 અને અક્ષર પટેલે 24 રન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *