ગુજરાત

પતિ ગયો હતો બીજી પત્ની પાસે રહેવા,તો પાછળથી યુવાને કર્યું મહિલા પર દુષ્કર્મ,નોંધાઇ ફરિયાદ

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 14 લાખ 17 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 22 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ દિવસે ને દિવસે સામી આવે છે.

Loading...

ત્યારે આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે.ત્રણ દિવસ પતિ ઘરે ન આવતા મકાનમાં એકલી રહેતી પરિણીતાની એકલતાનો લાભ લઇ પહેલાં માળે રહેતા યુવાને દુષ્કર્મ આચર્યુ હતું. આ અંગે પરિણીતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના અકોટા વિસ્તારમાં ભાડાના મકાનના બીજા માળે રહેતી અને સિલાઇ કરીને પતિને મદદરૂપ થતી મહિલા 26 જુલાઇના રોજ મોડી રાત્રે ઘરમાં એકલી હતી. તે સમયે પહેલાં માળે રહેતો યુવાન સમીર સહીદખાં રાઠોડ ઘરમાં ઘૂસી ગયો હતો અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સિલાઇ કામ કરીને બીજા માળે જઇ રહેલી મહિલાની એકલતાનો લાભ લઇને પોતાના ઘરમાં લઇ ગયો હતો અને મહિલા સાથે શરીરસુખ માણ્યું હતું.

સમીર રાઠોડે દુષ્કર્મ કર્યા બાદ મહિલાને આ વાત કોઇને ન કરવા જણાવ્યું હતું કે, જો તું આ વાત કોઇને કરીશ તો તારી સાથે આવું કરીશ અને પરિણીતાને સમીરે પોતાના ઘરમાં જ ગોંધી રાખી હતી. દરમિયાન મહિલાને તક મળતા તે પોતાના ઘરે જતી રહી હતી અને પતિને આ બનાવની જાણ કરી હતી. તુરંત જ પતિ મોડી રાત્રે દોડી આવ્યો હતો. દરમિયાન મહિલાએ પતિ સાથે જઇને ગોત્રી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ કરનાર સમીર સહીદખાં રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના સમીર સહીદખાં રાઠોડ સામે દુષ્કર્મનો ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાના અગાઉ પાણીગેટ વિસ્તારમાં રહેતા યુવાન સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવનમાં બે સંતાનો છે. દરમિયાન વર્ષ-2012માં તલ્લાક લીધા હતા. ત્યાર બાદ તે વિસ્તારમાં જ રહેતા યુવાન સાથે પ્રેમ સબંધ થયો હતો અને તેની સાથે વર્ષ-2014માં નિકાહ કર્યાં હતા. પતિના પણ અગાઉ લગ્ન થયા હતા અને તેના પણ સંતાનો છે. તે વાતથી દુષ્કર્મનો ભોગ બનેલી પરિણીતા પરિચીત હતી. પ્રેમલગ્ન થયા બાદ વિવિધ વિસ્તારોમાં ભાડાના મકાનમાં રહેતા હતા. અને છેલ્લા દોઢ વર્ષથી અકોટા વિસ્તારમાં અગાઉના લગ્ન જીવન દરમિયાન થયેલા બે સંતાનો સાથે રહેતી હતી.

અકોટા વિસ્તારમાં આ બનાવે ચકચાર જગાવી મૂકી ફરિયાદમાં વધુમાં જણાવ્યા પ્રમાણે,દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાનો પતિ એક રાત તેની અગાઉની પત્ની સાથે પાણીગેટ વિસ્તારમાં રહે છે અને એક રાત બીજી પત્ની સાથે અકોટા વિસ્તારમાં રહે છે. સવારે અગાઉની પત્નીના ઘરે જમે છે અને રાત્રે બીજી પત્નીના ઘરે જમે છે. છેલ્લા બે-ત્રણ દિવસથી મહિલાનો પતિ અકોટા ખાતે રહેતી બીજી પત્નીના ઘરે ગયો ન હતો. તેનો લાભ ઉઠાવી પહેલા માળે રહેતા સમીર રાઠોડે 26 જુલાઇની રાત્રે બીજા માળે રહેતી મહિલા ઉપર દુષ્કર્મ કર્યું હતુ. અકોટા વિસ્તારમાં બનેલા આ બનાવે ચકચાર જગાવી મૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *